અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરિ»ગ, મહિલાનું મોત

November 13, 2018 at 11:18 am


વિદેશોમાં ગુજરાતી લોકો અસુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશોમાં ગુજરાતીઆે ઉપર જીવલેણ હુમલાઆે થવાની ઘટનાઆે અવાર નવાર બનતી રહે છે. એકવાર ફરીથી આવોજ કિસ્સો અમેરિકાના જ્યોરજીયાના આલબેનીમાં બન્યાે છે. જ્યાં અશ્વેલ લૂંટારુએ ગુજરાતી દંપતી ઉપર લૂંટના ઇરાજે ફાયરિ»ગ કર્યું હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું.
વધુ મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં એક ગુજરાતી દંપતી વરસોથી રહે છે. આ ગુજરાતી દંપતની જ્યોરજીયાના આલબેનનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે.
મહિલા અને તેમના પતિ રાત્રે સ્ટોર બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક અશ્વેત લૂંટારું લૂંટના ઇરાદે આવી પહાેંચ્યો હતો. ગુજરાતી દંપતી પોતાની કારમાં બેસવા જાય છે ત્યારે અશ્વેત લૂંટારુંએ તેમના ઉપર ફાયરિ»ગ કર્યું હતું. જેના પગલે ગોળી પતિએ કારને ફૂલ સ્પીડમાં હંકારી કાઢી હતી. જોકે, પત્નીને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. લૂંટના ઇરાદે હત્યાની આ ઘટના સ્ટોર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના અંગે અમેરિકાની પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

print

Comments

comments

VOTING POLL