અમેરિકામાં વસતા ગુજરાતી સર્જકોના સહિયારા મહાગ્રંથના ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના દરવાજે દસ્તક

March 18, 2017 at 7:27 pm


વિજય ઠકકર
ન્યૂજર્સી

ગુજરાતી ભાષાના ભાવિ માટે આજે જ્યારે સમાજ, સાહિત્યકારો અને સાક્ષરો ચિંતીત છે અને ગુજરાતી ભાષા ચિરંજીવ રહે તે માટે સૌ પોતપોતાના માર્ગે પ્રયત્નશીલ છે ત્યારે અહીં અમેરિકામાં કેટલાક ગરવા ગુજરાતીઓ દ્વારા વિશ્ર્વસ્તરે ગુજરાતી ભાષાની ઓળખ પ્રસ્થાપિત કરતું અને જાગૃતિનું પ્રતીક એવું પુસ્તક ‘સંવર્ધન માતૃભાષાનું’ તૈયાર કર્યું છે અને એવી નેમ રાખવામાં આવે છે કે, આ પુસ્તક ગિનીફ રેકોર્ડ બ્રેક કરશે. માતૃભાષાને માત્ર જાલવી લેવા જ નહીં પણ એના સંવર્ધન માટે એક વિશિષ્ટ અને ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં સૌપ્રથમ એવા મહાગ્રંથનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું.

મહાગ્રંથના પ્રકાશનમાં સક્રિય રીતે સંકળાયેલા અને કેલીફોર્નિયામાં રહીને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સતત જાગકતા એવા શ્રી પ્રજ્ઞા દાદભાવાલાએ જણાવ્યું કે વિદેશમાં આવી વસેલા ગુજરાતીઓમાં પોતાની ભાષા પ્રત્યે હજુ પણ એટલોજ લગાવ છે અને એટલું જ નહીં અનેક સર્જનશીલ વ્યક્તિઓ દ્વારા અનેક ગુજરાતી સાહિત્યના અનેક પ્રકાશનો થાય છે. વિદેશી ગુજરાતીઓ દ્વારા રચાતું ડાસ્પોરા સાહિત્ય એના કથયિત્વ અને ગુણવત્તાની દૃષ્ટિએ મુખ્ય પ્રવાહને સમાંતર રચાય છે અને એટલે જ અહીં વસતા સૌ સાહિત્યકારોનું એક સહિયારું સર્જન અને એનું પ્રકાશન કરવાનો વિચાર સ્ફૂર્યો. મહાગ્રંથના આ વિચારને મૂર્ત સ્વપ આપવા અને એને એક બૌધ્ધિક યજ્ઞ સ્વપે સ્વીકારીને કેલીફોર્નિયા અને હ્યુસ્ટન સ્થિત કાર્યશીલ સર્જકો અને અમદાવાદ સ્થિત પ્રકાક પ્રજ્ઞા દાદભાવાલા, પ્રવીણા કડકીયા, હેમા પટેલ, વિજયકુમાર પંડયા અને કિરણ ઠાકરના પુરુષાર્થ અને અથાગ પરિશ્રમથી આ મહાગ્રંથ રચાયો.

પ્રજ્ઞા દાદભાવાલાલ અને વિજયકુમાર શાહે મહાગ્રંથ વિશે માહિતી આપતા જણાવ્યું કે પ્રારંભે અમેકિરમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને સર્જન કરતાં સ્થાપિત અને નવોન્મેષ સર્જકોને આમંત્રણ આપીને એમની મૌલિક કૃતિઓ મગાવવામાં આવી અને એની ગુણવત્તાની ચકાસણી બાદ એને સમાવિષ્ટ કરવામાં આવી છે. જો કે આ ગ્રંથ પ્રકાશનના અત્યંત પ્રારંભિક તબકકાથી જ એક દૃષ્ટિકોણ રાખવામાં આવ્યો હતો કે મહદ્અંશે એમાં નવોદિત સાહિત્યકારોને કૃતિઓના પ્રકાશનમાં અગ્રીમતા આપવી અને એ જ દૃષ્ટિકોણને સાર્થક કરીને સર્જકોએ આ ગ્રંથમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.
મહાગ્રંથની ધ્યાનાકર્ષક બાબત એ છે કે એમાં 90થી વધારે ઉદયમાન લેખકોની કૃતિઓની, એમની સિધ્ધિની, એમની સહિયારી સર્જકતાની, એમના મૌલિક ગદ્ય અને એમના સાતત્યની નોંધ ભાષાશાસ્ત્રીઓએ અને સમાજે લેવી જ પડશે.

આ બન્ને અગ્રણીઓએ વધુમાં કહ્યું કે આપણી માતૃભાષા ગુજરાતી એમાં કેન્દ્રસ્થાને છે. આ દળદાર ગ્રંથ 25 ઇંચ પહોળો અને 16 કિલોનું વજન ધરાવે છે. ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને અહીં શબ્દો પાંગયર્િ છે પછી એ નવલકથા હોય કે નિબંધો, વાતર્િ સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતુલક્ષી પુસ્તકો, પ્રાયોગિક કે નવતર લખાણો હોય. અહીં કરેલા ભાષાસંવર્ધનના નવતર પ્રયોગો જેવા કે ‘શબ્દ સ્પધર્’િ, ‘છબી એક સંવેદના અનેક’ અને ‘તસવીર બોલે છે’ એ નોંધપાત્ર છે. વર્જો એ સહિયારો ભાષાને ગતિમાં રાખવાનો પ્રયત્ન નોંધનીય છે અને આમ દરેક સર્જકનું માતૃભાષા માટેનું યોગદાન આ મહાગ્રંથના સંવર્ધનમાં રહેલું છે. આ મહાગ્રંથ ગુજરાતી ભાષાને શાશ્ર્વત રાખવાની એક સતત કોશિષ છે અને એ ભાષાની તાકાત છે અને આટલો દળદાર ગ્રંથ બનાવવામાં કોઈપણ પ્રકારે આર્થિક પ્રવૃત્તિન કે મેળવવાનો લેશમાત્ર આશય નથી પરંતુ ગુજરાતીનું ગૌરવ એ જ અમારું મિશન છે. હા, જો કે એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલા છે અને આવી પડેલા કપરા પડકારોનો સ્વીકાર અને સૌના પ્રયત્નનો ઋણ સ્વીકાર છે.

જો કે, અત્યારે આ મહાગ્રંથનું પ્રકાશન ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના સ્થાપિત નિયમો અનુસાર કરવામાં કેટલીક અડચણો નાણાકીય અગવડને કારણે આવીને ઉભી છે અને મહાગ્રંથ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડના દરવાજે અટકીને ઉભો છે, અને એટલે સૌ માતૃભાષાને પ્રેમ કરતા ગુજરાતીઓને અપીલ કરીએ છીએ કે જો માત્ર 500 ગુજરાતી 10,000+શિપમેન્ટના ખર્ચ જેટલી રકમ આગોતરી જમા કરાવે અને આ ગ્રંથની ખરીદી મુકરર કરી લે તો આપણી ગુજરાતી ભાષા ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેશે અને એક વિશ્ર્વભાષા તરીકે નામના મેળવશે.

print

Comments

comments

VOTING POLL