અમેરિકા આતંકી મથકો ઉડાડવા ભારતને આધુનિક ડ્રોન નહીં આપે

May 29, 2018 at 11:10 am


અમેરિકા કરતા ચડિયાતા શસ્ત્રો-ટેકનોલોજી અને બેલિસ્ટીક મિસાઈલો ભારત ખરીદી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઈષ્યર્ભિાવ પ્રગટ કરીને ભારતને ધમકી આપી છે.
અમેરિકાએ પોતાની જલન બતાવીને એમ કહ્યું છે કે, ભારત જંગી પ્રમાણમાં રશિટા પાસેથી શસ્ત્રો અને ટેકનોલોજી લેશે તો પછી અમે ભારતને પ્રિડેટર ડ્રોન આપી શકશું નહીં. આ ડ્રોન આતંકી મથકો ઉડાડવા માટે અને એમને શોધવા માટે ખૂબ જ મહત્વના ગણાય છે. ભારતને અમેરિકાએ એવી ખાતરી આપી હતી કે, અમે તમને આ ડ્રોન પુરા પાડશું.
પાકિસ્તાન સાથે જોડાયેલી નિયંત્રણ રેખા પર આતંકી મથકો સામે ઓપરેશન કરવા માટે આ ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમ આતંકવાદ સામે લડવાની વાતો કરનાર અમેરિકા પોતાના ધંધાકીય હિતોની લાલચમાં આતંકીઓને મારવા માટેના શસ્ત્રો આપવા તૈયાર નથી.
હજુ ગયા મહિને જ અમેરિકી તંત્રએ ડોનાલ્ડ ટ્રમ્પ્ની મંજૂરી લઈને ભારતને માનવરહિત ડ્રોન પુરા પાડવાની દરખાસ્તને લીલીઝંડી આપી હતી. ભારતની સ્થિતિ એવી છે કે, દાયકાઓથી ભારતને ટેકનોલોજી-શસ્ત્રો પુરા પાડી રહેલા રશિયા સાથે સંબંધો બગાડવા પોસાય એમ નથી. રશિયા પાસેથી ભારત જો આધુનિક એન્ટી-યેરક્રાફટ સીસ્ટમ ખરીદે તો પછી અમેરિકા ભારતને ડ્રોન પુરા પાડી શકશે નહીં તેવી ધમકી અમેરિકાની બેવડી નીતિ બતાવે છે.
આતંકી મથકોના સફાયા માટે અમેરિકા જ ડ્રોન નહીં આપે તે જાણીને આખા વિશ્ર્વને આશ્ર્ચર્ય થશે કારણ કે, ભારતને આ ફિલ્ડમાં અમેરિકાએ સ્ટ્રેટેજીક પાર્ટનર જાહેર કરેલો છે.

print

Comments

comments

VOTING POLL