અમેરિકા-ચીનના ટ્રેડ વોરથી ભારતમાં પેટ્રોલના ભાવ સસ્તા થશે !!!

August 10, 2018 at 10:39 am


ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોર આગામી દિવસોમાં વધુ ઘાતક બની શકે છે. દુનિયાના આર્થિક પાવરહાઉસ તરીકે પ્રખ્યાત બંને દેશો એકબીજાને પછાડવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. એશિયામાં ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ અને ગેસની ખરીદી કરતું રહ્યું છે. પરંતુ જ્યારથી ટ્રેડ વોર શરૂ થઈ છે ત્યારથી સૌથી મોટા ટ્રેડિંગ હાઉસે અમેરિકાના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી જ બંધ કરી દીધી છે. જે સાથે ચીને અમેરિકાના ક્રૂડ અને એલએનજી પર પણ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
જો ચીન આ રીતે અમેરિકાના ક્રૂડ ઓઈલનો બહિષ્કાર કરતું રહેશે તો ઈરાન ક્રૂડ માર્કેટનું મોટું ખેલાડી બની શકે છે. જેના પર અમેરિકાનું કોઈ જ નિયંત્રણ પણ રહેશે નહીં. ચીન અને અમેરિકા વચ્ચે વધેલા તનાવની સ્થિતિમાં ભારત પર ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની પણ ઓછી જ અસર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ભારતે અમેરિકા પાસેથી પ્રતિદિન 3,19,000 બેરલના ક્રૂડનું બુકિંગ કરાવ્યું છે.
આ અગાઉ ભારત અમેરિકા પાસેથી પ્રતિદિન 1,19,000 બેરલના હિસાબે આયાત કરી રહ્યું હતું. જે જોતાં અમેરિકા પાસેથી સીધા ત્રણ ગણું વધારે ખરીદી કરવામાં આવશે. જે જોતાં સ્પષ્ટ જોવા મળશે કે અમેરિકા પાસેથી ભારત ઝડપથી આયાત કરી રહ્યું છે અને તેમાં સતત વધારો કરી રહ્યું છે.
ક્રૂડ માર્કેટના કેટલાંક લોકોનું માનવું છેકે, આ સ્થિતિમાં ભારત પાસે અમેરિકા સાથે ક્રૂડ ઓઈલની ખરીદીની સામે સોદો કરવાની એક નવી તક મળી જશે. ચીની પાસેથી દક્ષિણ કોરિયા પછી ભારત અમેરિકા પાસેથી સૌથી મોટું ક્રૂડ ઓઈલ ખરીદનાર બનશે, જે જોતા ભાવમાં પણ સીધો ઘટાડો જોવા મળી શકે છે. જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર થશે.

print

Comments

comments

VOTING POLL