અમેરિકા પહોંચ્યું વિનાશક વાવાઝોડું: લાખો લોકો ભયભીત

September 14, 2018 at 10:54 am


ફ્લોરેંસ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું છે. આ વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે 1 લાખ ઘરમાં વીજળી જતી રહી હતી. કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અમેરિકન વેબસાઈટ વેધર મોડલ્સના અંદાજ પ્રમાણે આગામી સપ્તાહમાં કૈલોરિનામાં જ 38 લાખ લિટર સુધીનો વરસાદ થઈ શકે છે.
નેશનલ હેરિકન સેન્ટરનું કહેવું છે કે, વાવાઝોડું ફ્લોરેંસની તીવ્રતા ઘટીને કેટેગરી-2ના વાવાઝોડા જેટલી થઈ ગઈ છે. જોકે હજુ પણ તેને જોખમી જ ગણી શકાય છે. માનવામાં આવે છે કે, આ વાવાઝોડાના કારણે અમેરિકાના અમુક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે. અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકોનું સુરક્ષીત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.
આ પહેલાં હવામામન વિભાગે તેમના પૂવર્નિુમાનમાં કહ્યું હતું કે, વાવાઝોડું ફ્લોરેંસ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે આજે કૈરોલિનાના અમુક વિસ્તારોમાં 40 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જોકે વાવાઝોડું એક દિવસ પહેલાં જ અહીં પહોંચી ગયું છે. ઉત્તરી કૈરોલિનાના ગવર્નર રે કપૂરે કહ્યું છે કે, દરેક લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. કારણકે આ જોખમી વાવાઝોડું ઘણાં લોકોના જીવ લઈ શકે તેમ છે.
હવામાન વિભાગના મત પ્રમાણે જો આ પ્રમાણે જ વરસાદ ચાલુ રહેશે તો જમીન ઉપર 4 મીટર (13 ફૂટ) સુધી પાણી ભરાઈ શકે છે. તે સાથે જ પૂરના કારણે ઘણી નદીઓના વહેણ ઉલટી દિશામાં પણ વહી શકે છે. તેના કારણે શહેરના રસ્તાઓ પર વધારે પાણી ભરાઈ શકે છે. જોકે શનિવાર સુધી આ વાવાઝોડું નબળી પડી જાય તેવી શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL