અમેરિકા પાસેથી ખરીદાશે ૬ અપાચે હેલિકોપ્ટર

August 18, 2017 at 11:36 am


ભારતીય રક્ષા મંત્રાલયે આજે ગુવારે અમેરિકા પાસેથી ૬ વિશાળકાય બોઈંગ –૬૪ અપાચે એટેક હેલિકોપ્ટરની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. આ ખરીદી પહેલાની ૨૨ હેલિકોપ્ટરની ખરીદીથી અલગ હશે. રક્ષા મંત્રાલયની સૌથી ઐંચી નિર્ણાયક સંસ્થા ડિફેન્સ એકિવઝિશન કાઉન્સિલે આ ખરીદી પરિયોજનાને મંજૂરી આપી દીધી છે. આ ખરીદીમાં અંદાજે ૪૧૬૮ પિયા ખર્ચ થશે. રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ સોદા માટે ભારતીય સેનાએ મંત્રાલયે અનુરોધ કર્યેા હતો. સેનાએ મંત્રાલય પાસેથી ૧૧ અપાચે હેલિકોપ્ટર ખરીદવા અનુરોધ કર્યેા હતો. પંરતુ રક્ષા મંત્રાલયની ફાઈનાન્સ કમિટિએ ૬ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે.
સપ્ટેમ્બર ૨૦૧૫માં રક્ષા મંત્રાલયે ૨.૨ અરબ ડોલરના ૨૨ અપાચે હેલિકોપ્ટરની પહેલી ખેપની ખરીદી યોજનાને મંજૂરી આપી હતી. વાયુ સેનાની યોજના આ એટેકર હેલિકોપ્ટરની તૈનાતી પાકિસ્તાન અને ચીનની સીમા પર કરવાની છે. જેનાથી વાયુ સેનાની તાકાતમાં વધારો થશે. ભારતના વાયુ સેનામાં અપાચેની તૈનાતીથી પાકિસ્તાન અને ચીનના મોરચા પર ભારતની સૈન્ય તાકાત વધશે. ભારત આ –૬૪ અપાચે હેલિકોપ્ટરની સાથે અમેરિકાના સંબધ્ઘ ઉપકરણ, સ્પેયર પાર્ટસ અને પ્રશિક્ષણ તેમજ ગોળા–બાદ પણ લેશે.
રક્ષા સૂત્રોએ જણાવ્યા અનુસાર, સુરક્ષાની દ્રષ્ટ્રિએ સંવેદનશીલ પંજાબના પઠાણકોટ એરબેઝ અને આસામના જોરહટમાં અપાચેને તૈનાત કરવાની યોજના ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોઈંગ –૬૪ અપાચે અમેરિકાના બે ટર્બેાશાટ એન્જિન અને ચાર બ્લેડવાળા અટેક હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટર પોતાના આગળના સેન્સરની મદદથી રાતમાં પણ ઉડાન ભરી શકે છે. તેની પહેલી ઉડાન ૩૦ સપ્ટેમ્બર, ૧૯૭૫માં થઈ હતી. આ દુનિયામાં સૌથી વધુ પ્રયોગમાં લેવાતો એટેક હેલિકોપ્ટર છે

print

Comments

comments

VOTING POLL