અમેે સારા પર્ફોર્મન્સની માત્ર ઝલક દેખાડી શક્યા: સ્મિથ

October 3, 2017 at 11:32 am


રવિવારે ભારત સામેની વન–ડે સિરીઝ ૧–૪થી હારી જનાર આસ્ટ્રેલિયન ટીમના સુકાની સ્ટીવ સ્મિથનું સુકાન ભયમાં મુકાઈ ગયું છે. તેણે અહીં પરાજય બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે સિરીઝ દરમિયાન સારા પર્ફેાર્મન્સની થોડીઘણી ઝલક બતાડી, પરંતુ અમે સતતપણે સાં નહોતા રમી શકયા. અમારામાં સાતત્યતાનો અભાવ હતો. અમે મોટા ભાગની મેચોમાં પૂરતા રન બનાવવામાં કે પૂરતી વિકેટો લેવામાં નિષ્ફળ ગયા હતા. સિરીઝમાં સ્મિથ પોતે નિષ્ફળ ગયો હતો. તેણે ૧૬, ૩, ૬૩, ૫૯ અને ૧ રન બનાવ્યા હતા.

સ્મિથે કહ્યું હતું કે મારે પણ વધુ રન બનાવવા જોઈતા હતા. જોકે, શઆતથી મને થોડી તકલીફો હતી અને એનું આ પરિણામ આવ્યું. કયારેક એવા તબક્કા આવે જેમાં મોટા સ્કોર્સ નથી થઈ શકતા હોતા. આશા રાખું છું કે હવે ૭મીથી શ થતી ટી–ટેન્ટી સિરીઝમાં હત્પં સાં રમીશ અને બીજા ખેલાડીઓ પણ સાં રમશે અને અમે શ્રેણી જીતીશું.

print

Comments

comments

VOTING POLL