અયોધ્યાનગર પાસે જમીન-મકાનના ધંધાર્થી પર ત્રણ શખસોનો પાઈપથી હુમલો

February 17, 2017 at 3:03 pm


શહેરના 150 ફુટ રીંગરોડ પર આવેલા અયોધ્યાનગર પાસે જમીન-મકાનના ધંધાર્થી યુવાન પર અજાણ્યા ત્રણ શખસોએ લોખંડના પાઈપ વડે હમલો કરી માર મારતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જયારે કોઠારીયા સોલવન્ટમાં બિહારી પરિણીતાને પાડોશીએ પાઈપ વડે માર મારતા અને ગોકુલ પાર્કમાં પરિણીતાએ ફીનાઈલ પી લીધાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ જંકશન પ્લોટમાં ગેબનશા પીરની દરગાહ પાસે વૃજભુમી એપાર્ટમેન્ટમાં રહેતા અને જમીન-મકાનનું કામ કરતો જયેશ ગંગુજીભાઈ મીયાત્રા ઉ.વ.29 નામનો યુવાન ગઈકાલે રાત્રે બાઈક લઈ 150 ફુટ રીંગરોડ પર તેના સંબંધીને ત્યાં જતો હતો ત્યારે અયોધ્યાનગર પાસે પહોંચતા અજાણ્યા ત્રણ શખસોએ ‘અહીં શું કરવા આવ્યો ? કોણ છો ?’ તેમ કહી પાઈપ વડે હમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને રાઈટર હિરેન ગઢવીની પ્રાથમીક પુછપરછમાં જયેશના જણાવ્યા મુજબ ત્રણેય શખસો નશો કરેલ હોય તેવું લાગતું હોવાનું અને એકનું નામ આનંદ હોવાનું બીજા લોકોને પુછતા જાણવા મળ્યું હતું. આ અંગે યુનિ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં મચ્છોનગરમાં રહેતી સંધ્યા સંજીત પટેલ ઉ.વ.23 નામની બિહારી પરિણીતા ગઈકાલે રાત્રે તેના ઘર પાસે હતી ત્યારે પાડોશમાં રહેતો બી, રાજુ, રાહલ અને ચમને પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમીક તપાસમાં ચારેય શખસો ઘર પાસે ગાળો બોલતા હોય તેને ટપારવા જતા હમલો કયર્નિું જાણવા મળ્યું છે. જયારે ત્રીજા બનાવમાં માંડાડુંગર પાસે ગોકુલ પાર્કમાં રહેતી ધ્વની ચિરાગ કાબાણી ઉ.વ.25 નામની પરિણીતાએ ગઈકાલે સાંજે તેના ઘેર ફીનાઈલ પી લેતાં તેને સારવારમાં ખસેડાઈ છે. પ્રાથમીક તપાસમાં તેને કેન્સરની ગાંઠ થયાની શંકા જતાં ગભરાઈ જઈ આ પગલું ભયર્નિું જાણવા મળ્યું છે.

print

Comments

comments

VOTING POLL