અયોધ્યા મામલે ચૂંટણી પહેલા ચુકાદો નહીં આવે તેવી શક્યતા

January 11, 2019 at 8:16 pm


લોકસભાની ચૂંટણી પહેલા દેશના સાૈથી જટિલ મામલા રામજન્મભૂમિ બાબરી મÂસ્જદ કેસમાં ચુકાદો આવે તેવી શક્યતા આેછી છે. કારણ કે નિયમ મુજબ જે રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેને જોતા લોકસભા ચૂંટણી પહેલા તેના મામલે ચુકાદો આપવાની બાબત શક્ય દેખાઇ રહી નથી. તમામ જાણકાર લોકો જાણે છે કે બંધારણીય બેંચ સપ્તાહમાં ત્રણ દિવસ બેસે છે. સુનાવણી માટે તેને 36 દિવસ જ મળનાર છે. જે દેશના સાૈથી મુશ્કેલ મામલે નિર્ણય કરવામાં આેછા રહેશે. આવી સ્થિતીમાં ચુકાદો આવે તેવી શક્યતા આેછી છે. ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી ગઇકાલે ફરી એકવાર 29મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનાે સિલસિલો જારી રહ્યાાે હતાે. પાંચ જજની બંધારણીય પીઠમાં સામેલ રહેલા જસ્ટીસ યુયુ લલિતે આ મામલામાંથી પાેતાને અલગ કરી લેતા સુનાવણી ફરી એકવાર ટળી ગઇ હતી. હવે નવી બેંચમાં જસ્ટીસ યુયુ લલિતની જગ્યાએ અન્ય જજને સામેલ કરવાાં આવનાર છે. હવે બેંચની રચના ફરીથી કરવામાં આવનાર છે. સીજેઆઈ રંજન ગાેગાેઈએ કહ્યું હતું કે, મામલામાં કુલ 88 લોકોની જુબાની લેવામાં આવશે. આ મામલા સાથે જોડાયેલા 257 દસ્તાવેજો રજૂ કરાશે. આ દસ્તાવેજો 13860 પાનામાં છે. મૂળભૂત રેકો?ડગ 15 બંડલોમાં છે. સીજેઆઈએ કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજ, હિન્દી, અરબી અથવા તાે ગુરુમુખી અને ઉદૂૅમાં છે. અગાઉ સુપ્રીમ કોટેૅ પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી. સાથે સાથે સુનાવણી 10મી જાન્યુઆરીના દિવસથી હાથ ધરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. જો કે સુનાવણી ટળી ગઇ હતી.હવે ફરી એકવાર બંધારણીય પીઠ દ્વારા સુનાવણી કરવામાં આવનાર છે. આને લઇને દેશના લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

print

Comments

comments

VOTING POLL