અયોધ્યા વિવાદ : શ્રીશ્રીની ફરી નદવી સાથે વાટાઘાટો

March 1, 2018 at 8:10 pm


આર્ટ આેફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર આજે ઉત્તર પ્રદેશના પાટનગર લખનાૈ પહાેંચ્યા હતા. અહીં તેઆેએ આેલ ઇન્ડિયા મુÂસ્લમ પસૅનલ લો બાેર્ડમાંથી દૂર કરવામાં આવેલા મૌલાના સલમાન નદવીને મળ્યા હતા. નદવી ખુબ જ મૈત્રીપૂર્ણ માહોલમાં અયોધ્યા વિવાદને ઉકેલવા માટે માનવ કલ્યાણ બાેર્ડ બનાવી રહ્યાા છે. આને લઇને એક મોટુ આયોજન થવા જઈ રહ્યું છે. શ્રીશ્રી રવિશંકર આનુ સમર્થન કરી રહ્યાા છે. બેઠક બાદ શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે, તેમને દરેક બાજુથી સમર્થન મળી રહ્યું છે. બંને સમુદાયના લોકો શાંતિ અને સદભાવના જાળવી રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. રામ મંદિર બનાવવાની વાત કરી રહ્યાા છે. તેમને મુÂસ્લમ સમુદાય તરફથી પણ ખુબ જ સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. શ્રીશ્રી અયોધ્યાની વિવાદાસ્પદ ભૂમિને લઇને મુÂસ્લમો અને હિન્દુઆે વચ્ચે કોર્ટની બહાર સમજૂતિ માટે પ્રયાસ કરી રહ્યાા છે. તેમનું માનવું છે કે, બંને સમુદાય વચ્ચેના વિવાદને મૈત્રીપૂર્ણરીતે ઉકેલવામાં આવે તે જરૂરી છે. શ્રીશ્રી દ્વારા 27મી ફેબ્રુઆરીના દિવસે વારાણસીમાં આયોજિત કરવામાં આવેલા સમાગમમાં મુÂસ્લમ સમુદાયના ધર્મગુરુ પહાેંચ્યા ન હતા. શ્રીશ્રી મંગળવારના દિવસે ગાેરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પહાેંચ્યા હતા. બંને વચ્ચે કયા પ્રકારની વાતચીત થઇ તેને લઇને કોઇ ખુલાસાે કરવામાં આવ્યો ન હતાે. આ અંગે પૂછવામાં આવતા શ્રીશ્રીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે વિકાસ અને દેશના મુદ્દાઆેને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રવિશંકરનાે વિરોધ કરી રહેલા લોકો ઉપર તેમણે કહ્યું હતું કે, સારા કામનાે હંમેશા વિરોધ થાય છે પરંતુ જે કંઇપણ કામ થઇ રહ્યું છે તે યોગ્ય દિશામાં છે. રામ મંદિર નિમાૅણને લઇને તેમના પ્રયાસાેને ચોક્કસપણે સફળતા મળશે.

print

Comments

comments

VOTING POLL