અરે… બેવકૂફો પત્રકાર કયારેય મરતો જ નથી: પત્રકારની હત્યા કરે તે આતંકવાદી શા માટે ન કહેવાય ?

September 11, 2017 at 5:50 pm


આકાશની ગર્જના, સમંદરની લહેરો, વીજળીની આઝાદ ભાગદોડ, શૂરવીરની વીરતા અને પત્રકારની ખુમારી આટલી ચીજોને વિશ્ર્વમાં કયારેય મારી શકાતી જ નથી, તેનું એલિમિનેશન નામુમકીન છે. કેટલાક મૂખર્ઓિ એવા ભ્રમના સ્વર્ગમાં આળોટી રહ્યા છે કે પત્રકારની હત્યા કરી દેવાથી પત્રકારનો અવાજ કાયમ માટે ખામોશ થઈ જાય છે પરંતુ આ બેવકૂફોને એ ખબર નથી કે પત્રકાર કયારેય મરતો જ નથી. 10 લાખ ગોળીઓ એક સુકલકડી જેવા શરીરમાં પરોવી દેવામાં આવે તો પણ તેના વિચારો, તેના શબ્દો, તેના સિધ્ધાંતો અને તેનો સંદેશો હંમેશા હરામખોરોને ત્રિશુળની જેમ ભોંકાતો જ રહે છે. બેંગ્લુમાં કન્નડ સાપ્તાહિકની મહિલા તંત્રી અને સિનિયર પત્રકાર ગૌરીલંકેશની હત્યા કરી દેવામાં આવી છે. બિહારમાં એક પત્રકાર પર એટલી બધી ગોળીઓ વરસાવવામાં આવી કે તે અત્યારે ગંભીર છે. મુંબઈમાં પ્રેસના ફોટોગ્રાફરોને એટલા બધા ફટકારવામાં આવ્યા કે તેમના કપડાં ફાટી ગયા અને તેઓ લોહીલોહાણ થઈ ગયા. આ ઘટનાઓ સમયાંતરે બનતી જ રહે છે અને બે ચાર સંદેશાઓ આપીને સરકારો ચૂપ થઈ જાય છે.
ગૌરીલંકેશનો પણ વાંક એટલો જ હતો કે તેઓ પોતે જજ બની બેઠેલા બેવકૂફો અને કેટલાક કટ્ટરવાદીઓ અને જુલ્મગારોની વિધ્ધ સ્ટેન્ડ લેતાં હતાં અને સમાજની સાથે ઉભા રહેતાં હતાં. આપણા દેશમાં મીડિયા સામે જાણે સ્વદેશી આતંકવાદ શ થયો હોય તેમ લાગી રહ્યું છે. ગૌરીલંકેશની હત્યા કરનારા લોકો અને કરાવનારા લોકો બન્ને આતંકવાદી શા માટે ન ગણાય ? અને જો ન ગણાય તેમ જો કોઈ કહેતું હોય તો તેમણે જાહેરમાં તેમનું લોજીક સમજાવવું પડશે. પત્રકારની જયારે હત્યા કરવામાં આવે છે તો તે ફકત એક પત્રકારની હત્યા નથી થતી બલ્કે ડેમોક્રસીની ડેથ થાય છે અને બંધારણીય વેલ્યુઝને જખમી કરવામાં આવે છે. સુધારાવાદી વિચારધારાને તરતી મુકનારા લોકોના હાલ આપણા દેશમાં આવા જ થાય છે છતાં આપણે આપણી જાતને ખુબ જ શિસ્ત અને સુસંસ્કૃત તરીકે વિશ્ર્વ સમક્ષ રજૂ કરીએ છીએ અને મોટો દંભ કરી રહ્યા છીએ. ગૌરીલંકેશની હત્યા પાછળ સો ટકા કોઈ ઉંડું કાવતરું જ હશે અને આયોજનબધ્ધ રીતે તેમની હત્યા કરવામાં આવી છે. એમને ગોળીઓ મારવા આવેલા બાઈકબાજ લોકો સાચા ગુનેગાર કદાચ ન પણ હોય અને એમને શૂળીએ ચડાવી દેનારા એટલે કે હત્યાનું કાવતરું ઘડનારા લોકો જ ખરા આતંકીઓ હોય તેવું બની શકે છે.

ભૂતકાળ પર નજર કરીએ તો આપણને ખબર પડે છે કે નરેન્દ્ર ડાભોલકર, ગોવિંદ પ્નાસરે અને એમ.એમ. કલમુર્ગીની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી અને આ બધા સુધારાવાદી હતાં અને તંદુરસ્ત વિચારધારાને સમાજમાં ફેલાવવા માટે પ્રયત્નશીલ હતાં પરંતુ સમાજમાં વૈચારિક તંદુરસ્તી અને શુધ્ધતા સાથે નફરત માંડીને બેઠેલા કેટલાક રાષ્ટ્રદ્રોહીઓ આવા લોકોને પસંદ કરતા નથી અને એમની હત્યા કરાવી નાખે છે. ખુબીની વાત એ છે કે આપણા દેશમાં હત્યા કરનારા પકડાય છે પણ કરાવનારા કયારેય પકડાતા નથી.

2015માં એક તંદુરસ્ત વિચારધારા ધરાવતા કન્નડ લેખક પ્રોફેસર એમ.એમ. કલમુર્ગીની હત્યા પણ ગૌરીની જેમ જ કરવામાં આવી હતી. એમને પણ એમના જ ઘરે અજાણ્યા બંદૂકધારીઓએ આવીને ઢાળી દીધા હતાં. સુપ્રસિધ્ધ મહિલા પત્રકાર બરખા દતે પોતાના એક આર્ટીકલમાં ગૌરીલંકેશની હત્યાને વખોડતા એવી માહિતી આપી છે કે તેમને પણ મારી નાખવા અને રેપ કરવા સુધીની ધમકીઓ મળતી રહે છે. બરખા લખે છે કે હવે હં પણ આવી ધમકીઓને લાઈટલી લઈશ નહીં. આપણા દેશમાં આવા સુધારાવાદી પત્રકારોને કોઈ પ્રોટેકશન પુરું પાડવાની સીસ્ટમ નથી પરિણામે આપણા સમાજનું એક સોનેરી અંગ હળવે હળવે કપાઈ રહ્યું છે અને આપણે મુંગામોઢે આ તમાશો જોઈ રહ્યા છીએ. જો કે ઘણા ખરા અંશે મીડિયા પણ આવી સ્થિતિ માટે જવાબદાર ગણી શકાશે. કારણકે ઘણા રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે મીડિયા એક ચોકકસ પાર્ટીની કંઠી પહેરીને ભાટાઈ શ કરે છે અને પોતાના જ પ્રોફેશનના કર્તવ્ય અને સિધ્ધાંતોને વેચી મારે છે. કોઈ એક પક્ષની તવાયફ બનીને તેના નામના ઘુંઘરું પગમાં બાંધીને નાચ્યા કરવાનું મીડિયાને પોસાય એમ જ નથી કારણકે એમ કરવાથી મીડિયાની મહત્તા ઘટે છે અને તેનું ડિવેલ્યુએશન થાય છે પરિણામે આપણા સમાજના કેટલાક લોહી તરસ્યા લોકોની હિંમત વધે છે અને પત્રકારોની હત્યા થઈ જાય છે. લગભગ દેશના ટોચના તમામ નેતાઓએ આ હત્યાને વખોડી છે અને અમેરિકાના અખબારોએ પણ આ હત્યાની નોંધ લઈને આતંકવાદી ટાઈપ્ના આવા અપરાધની આકરી નિંદા કરી છે અને સાથોસાથ હિન્દુસ્તાનમાં પત્રકારોની અસુરક્ષિત અવસ્થા પર અફસોસ પણ વ્યકત કર્યો છે. પત્રકાર તો સમાજનો અરિસો છે અને તે સારા અને નરસા બન્ને પાસા રજૂ કરીને સમાજને એક રાહ ચિંધે છે. નો ડાઉટ આજે કેટલાક પત્રકારો કોઈને કોઈ પાર્ટીના દરબારના પગલુછણીયા બની ગયા છે અને એમ કરીને તેઓ પત્રકારિત્વની કુસેવા કરી રહ્યા છે પરંતુ હવે એમણે પોતાનું સ્ટેન્ડ બદલવું પડશે કારણકે પત્રકારોની બિરાદરી કયારેય વેચાઉ હોતી નથી અને જે વેચાય છે તે કયારેય પત્રકાર હોતો નથી.

print

Comments

comments

VOTING POLL