અરે યાર… રાજકોટને કોની નજર લાગી છે?

March 6, 2017 at 6:53 pm


આજનો ઈન્સાન જાણે જિંદગીને નફરત કરતો હોય તેવી રીતે જીવી રહ્યો છે. અકરાંતીયાની પેટે ખાવું એવો કટાક્ષ આપણે ઘણા લોકો માટે વાપરીએ છીએ પરંતુ કેટલાક લોકો વિકરાંતની જેમ જીવી રહ્યા છે. જિંદગીના પળેપળમાંથી રોમાંચ, ઉલ્લાસ અને બિન્દાસ્તપણું ખેંચી કાઢીને લાઈફને અને આપણી આસપાસના લોકોને ઉમંગો અને બહારોથી ભરી દેવાનું એક ઝનુન હતું, એક તડપ હતી, એક સારી ટેવ હતી પણ અનફોર્ચ્યુનેટલી હવે તે દેખાતી નથી પરિણામે લોકોના માઈન્ડ સેટ અને થિંકીંગ નેગેટીવ થતા જાય છે અને તેની અસર સમાજ જીવન પર વિકૃત રીતે દેખાઈ રહી છે.

રાજકોટ શહેરની વાત નીકળે ત્યારે ઘસાઈ પીટાઈ ગયેલી રેકર્ડ વગાડવામાં આવતી કે અમાં શહેર તો સંસ્કારી છે, રંગીલું છે, મોજીલું છે. એ વાતની ના નથી પરંતુ હવે તેને બીજા વિશેષણો પણ લાગી ગયા છે અને તે નિખાલસતાથી બોલવાની હિંમત આપણામાં નથી. આપણે જે જોઈએ છીએ તેનો ઈન્કાર કરવામાં આપણે આપણું હાઈસ્ટાન્ડર્ડ સમજીએ છીએ ! કહેવાનું તાત્પર્ય એ છે કે રાજકોટ શહેરને કોણ જાણે કોની નજર લાગી છે તે સમજાતું નથી.
આ પ્રકારના ચિંતાસભર વાકયો શહેરના ખૂણેખાચરે આજકાલ સાંભળવા મળી રહ્યા છે. રાજકોટ એકાએક અશાંતિની ગતર્મિાં ધકેલાઈ ગયું છે. રાજકોટના બિન્દાસ્તપણામાં ઓટ આવતી જાય છે, મુંબઈની જેમ આ શહેરની રાતની મોજ ખરેખર વિખાઈ ગઈ છે. નિશ્ર્ચિંત બનીને શર્ટના ત્રણ બટન ખોલીને રેસકોર્ષની પાળી પર આરામથી પડયા રહેવામાં આજથી 25 વર્ષ પહેલા જે રોમાંચ હતો તેવો આજે અનુભવાતો નથી. હવે તો 11 વાગે એટલે પોલીસવાળાઓની જીપ હોર્ન વગાડતી આપણા કાનમાં ચેતવણીઓ ઘુસાડે છે અને ઘરભેગા થવાની સુચના આપે છે. લારી ગલ્લાઓ વાળા, દુકાનો વાળાને 11 વાગ્યા પછી શટર પાડી દેવા પડે છે અને જાણે એક જમાનાની રોનકદાર રાજકોટની રાત કાળા કલરનો બુરખો ઓઢી લે છે. યે કયા હો રહા હૈ ? મુંબઈ જયારે અશાંત થયું અને તેની રાતની રંગીની વિંખાઈ ત્યારે મુંબઈગરાઓની જીભ પર પણ આવો અણીદાર હતો કે યાર યે કયા હો રહા હૈ? હમારે શહર કો કિસકી નજર લગ ગઈ હૈ ?

રાજકોટમાં સૌપ્રથમ તો 150 ફુટ રીંગરોડ પર આવેલા ખોડીયારપરા વિસ્તારમાં જાહેર રોડ પર સવારોસવાર એક ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો અને શહેરભરમાં ભારે ખોફની લાગણી ફેલાઈ ગઈ હતી. જેને મળો તે બોમ્બની જ વાત કરતું હતું. રાજકોટમાં આવો ભયાનક બોમ્બ? સૌ એકબીજાને આ પ્રકારનો સવાલ કરતા હતા ત્યારે એમના અવાજમાં ભયનો થથરાટ પડઘાતો હતો, આંખોમાં બેચેની અને સેંકડો સવાલો જાણે પલકો પર ઉભા હોય તેવા એમના હાવભાવ અને સ્વભાવ દેખાતા હતાં. આવી લાગણીઓ વચ્ચે એક ગુજરાતી શાયરી યાદ આવી જાય છે કે…

ઉનાળાની ગરમીથી અહીં શું ફેર પડશે?આંખોમાં તો દર્દોનું ચોમાસું બેઠું છે…
રાજકોટની આવી હાલત થશે તેવી કલ્પ્ના ખરેખર કોઈએ કરી નહોતી અને આજે પણ કાન અને આંખને વિશ્ર્વાસ આવતો નથી કે આ પકડા શહેરમાં આવી ભયાનક ક્રિમીનલ હવા ફૂંકાઈ છે. ટાઈમર બોમ્બના ભેદ હજુ ઉકેલાયા નથી અને પોલીસ ખાખા ખોળા કરી રહી છે ત્યાં જ રાજકોટમાંથી આઈએસઆઈએસ પ્રત્યે લાગણી ધરાવતા અને લાદેનને ગુ માનતા બે આતંકીઓ વસીમ અને નઈમની ધરપકડ થઈ અને એકાએક રાજકોટ ઈન્ટરનેશનલ લેવલના ન્યુઝ ફોકસમાં આવી ગયું. રાજકોટની જનતા તો ખરેખર શાંતિની પ્રતિનિધિ છે. મોજ મસ્તી અને બહારોનો ઈજારો તેની પાસે છે અને તેની અશાંતિ હણી લેવાના કોઈ પેતરા કે કોઈ કાવતરા કે કોઈ મનહસ ખ્વાબ કયારેય પુરા થવાના નથી તેવો એક ભરોસો હૈયે ધરબાયેલો છે. આઈએસઆઈએસ નામની એક શૈતાનોની ફોજ વિશ્ર્વના અનેક દેશોમાં નિર્દોષ ફૂલ જેવા નાના નાના બાળકોને જાનવરોની જેમ કાપીને પોતાની મદર્નિગી પુંઠ પર ચોંટાડીને ફરે છે. વાસ્તવમાં બાળક પર હાથ ઉપાડે તે મર્દ નહીં ફાતડાથી વધુ બદતર છે. આ હરામખોરોએ સેંકડો બાળકોની હત્યા કરી ત્યારે એક શાયરે એમ લખ્યું હતું કે જનાજા પર ફૂલ તો ઘણા જોયા પરંતુ ફૂલોના જનાજા પહેલીવાર જોયા છે. આ વાક્ય સાંભળીને કોઈપણ માણસની આંખોમાં લાગણીપી આંસુના ફૂવારા ચાલુ થઈ જાય છે. આવા ભયાનક હરામખોરો પ્રત્યે સહાનુભુતિ ધરાવે તેવા લોકો કોઈ કાળે આપણા શહેરને સ્વીકાર્ય નથી.

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઈન્ટરનેશનલ માફીયા અને ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ અનીસની સોપારી ખાઈને આવેલા ચાર શાર્પ શુટરો ઝડપાઈ ગયા ત્યારે આખા શહેરમાં ચોકે ચોકે ઓટલે ઓટલે ફરી ચચર્િ શ થઈ હતી કે આપણા શહેરને ખરેખર આ કોની નજર લાગી છે. શાર્પ શુટરો જામનગરના ઉદ્યોગપતિની હત્યા કરવા માગતા હતાં પરંતુ પોલીસની ચબરાક નજરથી તેઓ બચી શકયા નહીં અને એમને ખાનગી ટ્રાવેલ્સની બસમાં જ દબોચી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ જાલી નોટોના બંડલના બંડલ રાજકોટ શહેરમાંથી પકડાયા ત્યારે ખરેખર બધાની આંખો ચાર થઈ ગઈ. સૌપ્રથમ 57 લાખ પિયાની જાલી નોટોનું પ્રકરણ બહાર આવ્યું હતું અને ત્યારબાદ સવાચાર કરોડની જાલી નોટો આપણા શહેરમાંથી મળી છે. આ બધી ઘટનાઓ જોઈ, સાંભળી અને વાંચીને ખરેખર એમ થાય છે કે હવે રાજકોટની ઈમેજને લાગેલો બટ્ટો ખરેખર ભુંસવા માટે સૌએ કસમ ખાવાની જર છે. રાજકોટની ખુબસુરતીને હણવા માગતા ખલનાયકોને કાયમ માટે ડબ્બે પુરી દેવાની જર છે. આ શહેરની જનતા ખરેખર કયારેય કોઈ પ્રકારની અશાંતિને ટેકો આપતી નથી અને સહન કરવાની પણ તેની તૈયારી નથી. ક્રિમીનલોને આ શહેરમાં કોઈ સ્થાન મળવાનું નથી, કોઈ ગ્રાઉન્ડ મળવાનું નથી, કોઈ માનસિક-શારીરિક કે વૈચારિક ટેકો મળવાનો નથી.

print

Comments

comments

VOTING POLL