અલંગના ખાડામાંથી ચોરેલા પિત્તળના વાલ્વ અને ઢાંકણા સાથે બે ઝડપાયા

August 3, 2018 at 12:04 pm


ભારપરાની સીમમાંથી એલસીબીએ બે શખ્સોને ચોરાઉ માલ સામાન સાથે ઝડપી લીધા હતા. બન્નેએ આ સામાન મણાર યાર્ડ નજીકના એક ખાડામાંથી ચોરી કર્યો હોવાની કબુલાત આપી હતી.
ભાવનગર એલસીબીને ભારાપરા ગામની સીમમાં ગરાસ તરીકે આેળખાતી વાડીમાં ચંØકાંત ઉર્ફે ચંદુ રામભાઇ તથા હિતેશ ઉર્ફે હિતો જેન્તીભાઇએે ચંØકાંત ઉર્ફે ચંદુની વાડીમાં શક પડતો મુદ્દામાલ રાખેલ છે તેવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે રેડ કરતા ચંØકાંત ઉર્ફે ચંદુ (રહે.રામજી મંદિર પાસે,ભારાપરા હાલ-ભોળનાથ સોસાયટી,અખિલેશ સર્કલ,ઘોઘા જકાતનાકા,ભાવનગર) તથા હિતેશ ઉર્ફે હિતો (રહે.ભારાપરા તા.તળાજા હાલ-મકાન નં.30,સ્વપન સોસા., ટોપ થ્રી પાસે, ભાવનગર) હાજર મળી આવેલ અને તેઆે બંનેનાં કબ્જામાંથી શણનાં કોથળાઆેમાં ભરેલ પીતળનાં વાલ્વ તથા તેનાં ઢાંકણા મળી આવેલ. આ અંગે તેઆેની પુછપરછ કરતાં તેઆેએ આ સામાન 18જુલાઇએ મોડી રાત્રીનાં મણાર યાર્ડ,સથરા ચોકડીથી સથરા જવાનાં રસ્તે આવેલ ખાડા માંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

print

Comments

comments

VOTING POLL