અલંગ યાર્ડમાં પ્લોટ નં.2માં મોડી રાત્રે કામ ચાલુ રહેતા ઝડફ પડતા શ્રમિકનું મોત

April 16, 2018 at 1:45 pm


ઉશ્કેરાયેલા શ્રમિકોએ પ્લોટમાં તોડફોડ કરી ક્રેઇન સળગાવવાનો પ્રયાસ કર્યો ઃ અલંગ મરીન, અલંગ તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ ઃ મોડી રાત્રે પરિિસ્થતી કાબુમાં લીધી

અલંગ શીપયાર્ડમાં પ્લોટ નંબર બે માં રવિવારની રજા હોવા છતાં જહાજ કટીગની કામગીરી દરમ્યાન ઝડફ પડતા મજુરનું મોત નિજપતા ઉશ્કેરાયેલા મજુરોએ પ્લોટમાં દેકારો કરી તોડફોડ કરી મુકી હતી અને ક્રેઇન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો બનાવની જાણ થતા અલંગ મરીન પોલીસ, અલંગ પોલીસ, તળાજા, મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મોડી રાત્રે મામલો થાળે પાડéાે હતો.
સુપ્રસિધ્ધ અલંગ શીપયાર્ડમાં પ્લોટ નંબર બે માં ગઇકાલે રવિવારે જાહેર રજા હોવા છતાં સાંજના છ વાગ્યા બાદ જહાજની કટીગની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન ઝડફ પડતા પરપ્રાંતિય શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
મોડી સાંજે ઝડફ પડતા શ્રમીકનું મોત નિપજતા અન્ય મજુરો પ્લોટ ઉપર એકઠા થઇ ગયા હતા અને ઉશ્કેરાઇ જઇ પ્લોટમાં તોડફોડ કરવા લાગ્યા હતા તેમજ ક્રેઇન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની જાણ થતા અલંગ મરીનના પી.એસ.આઇ. રીઝવી તથા સ્ટાફ તેમજ અલંગ પોલીસ અને તળાજા પોલીસ મથકના પી.આઇ. પટેલીયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મોડી રાત્રે મજુરોને સમજાવી મામલો થાળે પાડéાે હતો.
ઝડફ પડતા મોતને ભેટેલ શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે તળાજા દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે અલંગ શીપયાર્ડમાં મજુરોમાં રજામાં કામક ચાલુ રખાતા અકસ્માત બનતા હોય ભારે રોષ જોવા મળ્યો છે.

print

Comments

comments

VOTING POLL