અષાઢના અંતમાં ભાદરવા જેવી ગરમી

August 10, 2018 at 9:12 pm


ભુજ, નલિયા સહિતના સ્થળોએ તાપમાનમાં બે-બે ડિગ્રીનાે વધારો

કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વચ્ચે આજે તાપમાન ર.3 ડિગ્રી વધી 34.3 ડિગ્રી થતાં લોકોએ ભાદરવા જેવી ગરમી અષાઢના અંતમાં અનુભવી હતી. જોકે સમગ્ર ગુજરાતમાં ગરમીનું વાતાવરણ હતું. જોકે આવતા 3 દિવસ પણ કચ્છમાં ડ્રાયવેધરની જ આગાહી કરાઈ છે.

ભુજમાં આજે મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી થતાં તેમાં બે ડિગ્રીનાે ધરખમ વધારો નાેંધાયો હત. નલિયામાં પણ તાપમાન બે ડિગ્રી વધી 33 ડિગ્રીએ થઈ હતી. જ્યારે કંડલા પાેર્ટ ખાતે પણ તાપમાન 0.8 ડિગ્રી વધી 34.4 ડિગ્રી હતું. જ્યારે કંડલા એરપાેર્ટ 3પ.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ સ્થળ બન્યું હતું.

કચ્છમાં એક દિવસ માત્ર નામ પુરતી હાજરી પુરાવ્યા બાદ ફરી મેઘરાજા અદ્રશ્ય થયા હતા. અને બપાેરના સમયે તાે ભાદરવા માસ જેવી ગરમીનાે અનુભવ થયો હતાે. કચ્છના કાશ્મીર નલિયામાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી.જ્યારે કચ્છના તમામ કેન્દ્રાેમાં લઘુત્તમ તાપમાન પણ વધારે હતું. હવામાન ખાતાના સાંજે પઃ30 વાગ્યાના બુલેટીનમાં પણ આવતીકાલ એક દિવસ હળવો વરસાદ અને બાકીના દિવસાેમાં તાપમાન સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL