અïલીલ ફોટા પાડી બ્લેકમેલીગ કરતી ગેંગએ એક પટેલને પણ ખંખેર્યો હતો
સણોસરાના તબીબને શીશામાં ઉતાર્યો તે પુર્વે
ઝડપાયેલા શખ્સે કરી કબુલાત ઃ અન્ય આરીપોઅ હજુ હાથ બહાર
પાલિતાણાના ત્રણ શખ્સો મહિલાની મદદથી તબીબને ફસાવી બ્લેકમેઇલીગ કરી રૂપિયા પડાવવાના ગુનામાં એલ.સી.બી.એ એક શખ્સને ઝડપી લીધો છે. ત્યારે આ ગેંગ દ્વારા ત્રણ વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના એક વૃધ્ધને પણ બ્લેક મેઇલીગ કરી મોટી રકમ પડાવી હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગના અન્ય સભ્યો હજુ હાથ બહાર છે.
સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા તબીબને પાલિતાણાની યુવતિએ વોટ્સઅપના માધ્યમથી સંપર્ક બનાવી તબીબને પાલિતાણા બોલાવી લીલાપીરની દરગાહ પાસે મકાનમાં લઇ જઇ તબીબના કપડા ઉતરાવી યુવતિએ પણ કપડા ઉતારી બન્ને જણા નિર્વં હતા તે દરમ્યાન ત્રણ શખ્સો ઘરમાં ઘુસી એક શખ્સે મોબાઇલ ફોનમાં બન્નેનો વિડીયો શુટીગ ઉતારી બાદમાં પતાવટ કરવા રૂા.20 લાખની માંગ કરી હતી જે બાદમાં રૂપિયા સાડા અગિયાર લાખ આપવાનું નકકી થયું હતું.
આ બનાવ અંગે તબીબે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા જિલ્લા પોલીસ વડાએ પાલિતાણા ટાઉન પોલીસમાં કુંભણના ભગવાન નાનુભાઇ આલ તથા હણોલના રઘા નાનુભાઇ તથા એક અજાÎયો અને યુવતિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ એલ.સી.બી.થી એસ.આઇ. એન.જી.જાડેજાને સાેંપી હતી.
બનાવની ગંભીરતાને લઇ એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.મિશ્રા તથા પી.એસ.આઇ. એન.જી.જાડેજાએ બ્લેકમેઇલીગ કરતી ગેંગને પૈસા લેવા બોલાવી છટકુ ગોઠવી એક શખ્સને ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી રીમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરતા કોર્ટએ જેલ હવાલે કર્યો છે.
દરમ્યાન બ્લેકમેઇલીગ કરનાર ગેંગના શખ્સની પી.આઇ. મિશ્રાએ રીમાન્ડ દરમ્યાન આગવી ઢબે પુછપરછ કરતા તેને આજથી ત્રણેક વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના એક પટેલ વૃધ્ધને તબીબની જેમ જ પાલિતાણામાં લીલાપીરની દરગાહ પાસે મકાનમાં યુવતિ લઇ જઇ નિર્વં કરી બન્ને નિર્વં હાલતમાં ત્રણ શખ્સોએ મોબાઇલ ફોનમાં વિડીયો શુટીગ ઉતારી બ્લેકમેઇલીગ કરી મોટી રકમ પડાવી હોવાનું કબુલ્યું છે. આ અંગે હજુ કોઇ ફરિયાદ નાેંધાઇ નથી પરંતુ પટેલ વૃધ્ધનો સંપર્ક કરી ફરિયાદ નાેંધાવાશે તેમ જણાય છે.