આંગળિયાત અને દત્તક પુત્ર વચ્ચે જમીનના ડખ્ખામાં પિતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવા અરજી

February 17, 2017 at 11:52 am


બાબરાના લાલકા ગામે રહેતા વૃધ્ધનું ગત તા.14/2ના રોજ અવસાન થયું હતું. વૃધ્ધની ઈચ્છા મુજબ તેમને સમાધી આપવામાં આવી હતી પરંતુ આંગળીયાત અને દત્તક પુત્ર વચ્ચેની લડાઈમાં સમાધિસ્થ પિતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવો પડયો છે. નિસંતાન વૃધ્ધના મૃત્યુ બાદ આંગળીયાત પુત્ર દ્વારા પોલીસ મથકમાં ખોટી અરજી કરી હોવાનું પોલીસ મથકે દોડી આવેલા 40 જેટલા ગ્રામજનોએ જણાવ્યું છે અને આ અંગે પોતાના નિવેદન પણ આપ્યા છે. આમ આંગળીયાત અને દત્તક પુત્ર વચ્ચેની લડાઈમાં સમાધિસ્થ પિતાનો મૃતદેહ આજરોજ પોસ્ટમોર્ટમ માટે પોલીસે બહાર કાઢવો પડયો હતો.

વિગત મુજબ લાલકા ગામે વયોવૃધ્ધ ભવાયા બચુભાઈ નાનજીભાઈ ઉ.વ.100નું ગત તા.14/2ના સવારે મૃત્યુ પામ્યા બાદ પરિવાર કુટુંબ દત્તક પુત્ર ગ્રામજનો દ્વારા મૃતકની ઈચ્છા મુજબ તેમની જમીનમાં શાસ્ત્રોક વિધિ મુજબ સમાધી આપવામાં આવી હતી.

મૃતકના અગાવ લગ્ન દરમ્યાન તેની પત્નીના ત્રણ આંગળીયાત સંતાનો પૈકીના વાઘેલા મનુભાઈ બચુભાઈ રે. જસદણવાળા દ્વારા પોલીસમાં આપેલી અરજમાં ભવાયા ઘનશ્યામ શિવરામ, ભવાયા જીવણ શિવરામ, ભવાયા રામ શિવરામ તથા રાઠોડ ઘુઘા શંભુ રહે. લાલકા તા.બાબરા દ્વારા તેમના પિતાના નામે ચાલતી 20 વિઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવામાં આવેલ હોવાની સાથોસાથ આ બાબતે મામલતદાર બાબરા તથા પ્રાંત અધિકારી લાઠી સમક્ષ દાવા અરજ ચાલુ છે અને મૃતકની અગાવ માર મારવા તથા પુરતું ખાવાનું આપવામાં નહીં આવતું હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવાની સાથોસાથ મૃતક તેમના આંગળીયાત પુત્રના ઘેર જસદણ રહેવા ચાલ્યા ગયા હતા. બાદમાં લાલકા ગામે રહેતા ચારેય ઈસમો વૃધ્ધને જમીન પાછી આપવાનું કહી લાલકા ગામે લાવ્યા હતા અને અચાક વૃધ્ધના મૃત્યુ બાદ તેમને લાલકા ખાતે સમાધી આપવામાં આવતા વૃધ્ધની હત્યા થઈ હોવાની શંકા દશર્વિવામાં આવી છે અને મૃતકનું પીએમ કરાવવા અરજી કરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ અરજી કરનાર આંગળીયાત પુત્ર સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર નહીં હોવાનું તેમજ જમીનના વિવાદના કારણે ખોટી અરજી કરી હોવાનું નિવેદનમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, બચુભાઈ નાનજીભાઈ નિસંતાન હતા. તેમના નાના ભાઈ શિવરામભાઈના પુત્ર ઘનશ્યામભાઈને દત્તક લીધા હતા અને તમામ જમીન તેના નામે ચાર વર્ષ પહેલા કરી દેવામાં આવી હતી અને આંગળીયાત પુત્ર કે પુત્રીના લગ્ન બાદ કયારેય મૃતકની સાર સંભાળ રાખવામાં આવી નથી અને છેલ્લા ચાર વર્ષથી તમામ કાગળો દત્તક પુત્રના નામથી ચાલી રહ્યા છે. આંગળીયાત પુત્ર મનુભાઈ બચુભાઈ વાઘેલા દ્વારા જમીનની લાલચે દત્તક પુત્ર તથા તેના પરિવારને હેરાન પરેશાન કરવા અરજી કરવામાં આવી હોવાનું અને વૃધ્ધ બચુભાઈનું મૃત્યુ કુદરતી રીતે થયાનું તેમજ તેના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન નહીં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે. વૃધ્ધની સેવા દત્તક પુત્ર અને તેના પરિવાર દ્વારા કરવામાં આવતી હતી.

આ અંગે પીએસઆઈ રામાવતના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં દત્તક પુત્ર તેના પરિવાર અને સગા સંબંધીના નિવેદનો લેવામાં આવ્યા છે. અરજદાર આંગળીયાત પુત્ર અને સામા પક્ષે દત્તક પુત્ર પરિવાર દ્વારા અરજી ધ્યાને લીધા બાદ આજે બપોરે મૃતદેહ બહાર કાઢવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL