આંતર વર્તુળ qક્રકેટ ટુનાર્મેન્ટમાં ભાવનગર પીજીવીસીએલની ટીમ ફાઇનલમાં પહાચી

October 7, 2017 at 11:22 am


પોરબંદરની ટીમ સામે ભાવનગરની ટીમે વિજય મેળવી ફાઇનલમાં
પ્રવેશ મેળવ્યો

ભાવનગર ભરૂચા ક્લબ ખાતે રમાઇ રહેલ પીજીવીસીએલ આંતર વર્તુળ qક્રકેટ ટુનાર્મેન્ટમાં ભાવનગરની ટીમ ફાઇનલમાં પહાેંચી છે.
પી.જી.વી.સી.એલ.આંતર વતુર્ળ qક્રકેટ ટુનાર્મેન્ટના પાંચમાં દિવસે સર ભાવસિંહજી qક્રકેટ ક્લબ ખાતે બે મેચો રમવામાં આવેલ. જેમાં પ્રથમ મેચ ભુજ અને જુનાગઢની ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. જેમાં જુનાગઢની ટીમે પ્રથમ બેટિંગ કરી 25 આેવરમાં 8 વિકેટે 162 રન નાેંધાવ્યા હતાં. જેના જવાબમાં ભુજની ટીમ 15.3 આેવરમાં 3 વિકેટે 163 રન બનાવી 7 વિકેટથી વિજય મેળવી સેમી ફાઈનલમાં પહોચી ગયેલ છે.
દ્વિતીય મેચ ભાવનગર તથા પોરબંદરની ટીમ વચ્ચે સેમી ફાઈનલ રમાઈ હતી. જેમાં ભાવનગરની ટીમે પ્રથમ બેટિંગ કરી 25 આેવરમાં 7 વિકેટે 186 રન નાેંધાવ્યા હતાં. જેના જવાબમાં પોરબંદરની ટીમે 18.1 આેવરમાં 9 વિકેટે 83 રન જ બનાવી 103 રનથી પરાજિત થતા ભાવનગર ફાઈનલમાં પહોચી ગયેલ છે.

print

Comments

comments

VOTING POLL