આંધ્ર અને બંગાળ પછી હવે છત્તીસગઢમાં સીબીઆઇ માટે નો-એન્ટ્રી

January 11, 2019 at 11:30 am


પિશ્ચમ બંગાળ અને આંધ્રપ્રદેશ બાદ કાેંગ્રેસની આગેવાની હેઠળના રાજ્ય છત્તીસગઢે પણ રાજ્યમાં કેસોમાં તપાસ માટે સીબીઆઇને મળેલી સામાન્ય મંજૂરી પાછી ખેંચી લીધી છે તેમ અધિકારીઆેએ જણાવ્યું છે. જોકે સામાન્ય સંમતિ પાછી ખેંચવાથી સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસો પર કોઇ અસર નહિ પડે તેમ પર્સોનલ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે આલોક વમાર્ને સીબીઆઇના વડાપદેથી હટાવી લીધાના દિવસે જ છત્તીસગઢે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પર્સોનલ મંત્રાલયને લેખિતમાં જાણ કરી છે કે તે હવે રાજ્યમાં નવા કેસો નાેંધવાની સીબીઆઇને સૂચના ન આપે તેમ અધિકારીઆેએ સત્તાવાર નિવેદનને ટાંકતા કહ્યું હતું. .
આની સાથે જ હવે સીબીઆઇ છત્તીસગઢમાં દરોડા અને તપાસ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે તેમ જણાવતાં અધિકારીઆેએ ઉમેર્યું હતું કે છત્તીસગઢ સરકારે 2001માં સીબીઆઇને સામાન્ય મંજૂરી આપી હતી.પિશ્ચમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારોએ ગત વર્ષે રાજ્યોમાં તપાસ અને દરોડા હાથ ધરવા માટે સીબીઆઇને સામાન્ય મંજૂરી પાછી ખેંચી હતી.

print

Comments

comments

VOTING POLL