આંબેડકરનગરમાં ત્રીજા માળેથી પડી જતાં શ્રમિકનું મોત

October 12, 2017 at 3:20 pm


ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં ત્રીજા માળે સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ નીચે પડી જતાં શ્રમિક યુવાનનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતો સતિષ બાનેલાલ ચૌહાણ ઉ.વ.35 નામનો શ્રમિક યુવાન ગઈકાલે બપોરે શેરી નં.12માં મકાન બાંધકામ ચાલુ હોય તેના સેન્ટ્રીગ કામ કરતો હતો ત્યારે ત્રીજા માળેથી પડી જતાં શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
બનાવ અંગેની જાણ માલવિયાનગર પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL