આંબેડકરનગરમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર નરાધમ શખસ ઝડપાયો

July 11, 2018 at 3:32 pm


રાજ્યભરમાં માસુમ બાળકીઆે સાથે દુષ્કર્મની વધતી જતી ઘટનાઆે વચ્ચે રાજકોટમાં વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે ગાેંડલ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં ચાર વષ}ય બાળકી સાથે પરપ્રાંતીય શખ્શે શારીરિક અડપલાં કરતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નાેંધી નરાધમની ધરપકડ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના મિજાર્પુરના હરધારા ગામના અને હાલ રાજકોટના ગાેંડલ રોડ ઉપર આવેલ આમ્બેડકરનગરમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ગત બપોરે ઘર બહાર રમતી હતી આ સમયે જ મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના બથુંવા ગામનો અને અહીયા સેન્ટિંગમાં મજૂરીકામ કરતો રામભુવન ધૂરિયા રાજબાલમ ધૂરિયા નામનો શખ્સ જે અપરણિત છે તે તેના મિત્રની આેરડીમાં સુવા આવ્યો હતો બાળકીને રમતી જોઈ રામભુવનની નિયત બગડી હતી અને બાળકીને કોઈ લાલચ આપી બદકામના ઇરાદે આેરડીમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા આ સમયે જ તેની માતા બાળકીને શોધવા નીકળતા દીકરી નહિ દેખાતા બૂમ પાડતા બાળકી આેરડીમાં રામભુવન સાથે અષ્ટ વ્યસ્થ હાલતમાં મળી આવતા બાળકીનો કબ્જો લઇ આ અંગે કંટ્રાેલમાં જાણ કરતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એમ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આ અંગે પોક્સો હેઠળ ગુનો નાેંધી નરાધમની ધરપકડ કરી હતી.

print

Comments

comments

VOTING POLL