આઇઆરસીટીસી તેની પોતાની પેમેન્ટ સીસ્ટમ લોન્ચ કરશે

June 22, 2018 at 10:44 am


ભારતની સૌથી મોટી ટિકિટિંગ સાઇટ આઇઆરસીટીસી ટૂંક સમયમાં આઇઆરસીટીસી-આઇપે નામની તેની પોતાની પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ લોંચ કરશે, જે તમામ પ્રકારના ડેબિટ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઇ અને ડિજિટલ વોલેટ દ્વારા પેમેન્ટ સ્વીકારશે. આઇઆરસીટીસીએ તેના ટવિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી. ટિવટમાં જણાવાયું હતું કે, આઇઆરસીટીસીને પીસીઆઇ-ડીએસએસ સિકયોરિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાથી 18 ઓગસ્ટ સુધીમાં શભિભિં.ભજ્ઞ.શક્ષપર અમારી પોતાની પેમેન્ટ સિસ્ટમ આઇઆરસીટીસી-આઇપે ઉપલબ્ધ થશે.
આઇઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું હતું કે, પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમનું મોટા ભાગની બેન્કો સાથે સીધું જોડાણ કરવામાં આવશે અને તેનાથી રિફન્ડ મેળવવામાં પણ ઝડપ મળશે. હાલમાં આઇઆરસીટીસીના ડેબિટ કાર્ડ પેમેન્ટ ઓપ્શનમાં માત્ર છ બેન્કો જ છે, જેમાં એસબીઆઇ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જો યુઝર પાસે અન્ય બેન્કનું ડેબિટ કાર્ડ હોય તો તેણે થર્ડ-પાર્ટી વેન્ડરનો ઉપયોગ કરી પેમેન્ટ કરવું પડે છે.
ગયા વર્ષે આઇઆરસીટીસીએ બૂક-નાઉ-એન્ડ-પે-લેટર વિકલ્પ રજૂ કર્યો હતો, જેમાં પેસેન્જરને તેમની મુસાફરીના પાંચ દિવસ પહેલાં ટિકિટ બૂક કરાવીને પછીના 14 દિવસ 3.પ ટકાનો સર્વિસ ચાર્જ ભરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL