આઇપીએલમાં ન ખરીદાયા હોય તેવા સ્ટાર અને મહિલા ક્રિકેટરો ઉપર રૂપિયાનો વરસાદ થશે

October 7, 2017 at 10:32 am


આઈપીએલનો કોન્ટ્રાકટ ન મેળવી શકયા હોય તેવા સ્ટાર ક્રિકેટરો ઉપરાંત તાજેતરમાં જ વલ્ર્ડકપમાં શ્રે પ્રદર્શન કરનાર મહિલા ક્રિકેટરો ઉપર બીસીસીઆઈ નાણાંનો વરસાદ કરવાનું વિચારી રહી છે. બોર્ડના ખજાનચી અનિરૂધ્ધ ચૌધરીએ તાજેતરમાં જ મળેલી ફાઈનાન્સિયલ કમિટીની બેઠકમાં એક દરખાસ્ત રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રણજી ટ્રોફી અને દુલિપ ટ્રોફી જેવી ડોમેસ્ટિક ટીમમાં રમતાં ક્રિકેટરોને પણ વધુ નાણાં આપવામાં આવશે.
ક્રિકેટમાં જેન્ડર ઈકવાલિટીને ધ્યાનમાં રાખીને મહિલા ક્રિકેટરોને અપાતા નાણાંમાં પણ વધારો કરવામાં આવશે. મહિલા ક્રિકેટમાં એ–ગ્રેડ ધરાવનારાને ૫૦ લાખ રૂપિયા, ગ્રેડ–બી ધરાવનારાને ૩૦ લાખ રૂપિયા અને ગ્રેડ–સી ધરાવનારાને ૧૫ લાખ રૂપિયા આપવાની દરખાસ્ત છે.

આ સિવાય આઈપીએલની હરાજી દરમિયાન જેને ખરીદવામાં આવ્યા ન હોય તેવા ક્રિકેટરોને પણ આર્થિક લાભ આપવાની દરખાસ્ત છે. ભારતમાં ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે આવતાં સ્ટાર ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાને ગત આઈપીએલમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીધો ન હતો અને તેને કારણે તેને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમવા જવું પડયું હતું. જો બીસીસીઆઈની દરખાસ્ત મંજૂર થઈ જશે તો તેને બે કરોડ રૂપિયા જેવી રકમ મળશે. ટીમ ઈન્ડિયામાં તે એ–ગ્રેડ ધરાવે છે. ક્રિકેટરોને વધુ નાણાં આપવા માટે બીસીસીઆઈને જે નાણાંની જરૂર પડશે તે ટેસ્ટ પ્લેયર ફંડમાંથી આપવામાં આવશે. જે દરખાસ્ત ઉપર વિચારણા ચાલી રહી છે તેમાં અમ્પાયરને પણ આવરી લેવામાં આવ્યા છે. એલાઈટ અને આઈસીસીની પેનલમાં રહેલા અમ્પાયરોને રોજના પાંચ હજાર રૂપિયા મળે છે તે વધારની ૨૦ હજાર રૂપિયા કરવામાં આવશે. બીસીસીઆઈની પેનલમાં જે અમ્પાયર હશે તેને રોજના ૧૫ હજાર મળશે. મેચ રેફરીને હાલમાં ૧૦ હજાર રૂપિયા આપવામાં આવે છે તે વધારીને ૨૦ હજાર રૂપિયા કરવામાં આવશે. આ જ રીતે સ્કોરર અને વિડીયો એનાલિસ્ટને પણ વધુ નાણાં આપવાની દરખાસ્ત છે

print

Comments

comments

VOTING POLL