આઇપીએલ-2019 ભારતમાં જ રમાડવા નિર્ણય

January 9, 2019 at 11:03 am


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આ નવા વર્ષની સિઝન ભારતમાં યોજાશે કે અન્ય કોઈ દેશમાં એના નિર્ણયની બધા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા અને એ નિર્ણય હવે લેવાઈ ગયો છે. આ વખતની આઇપીએલ ભારતમાં જ રમાશે અને એની શરુઆત આગામી 23મી માર્ચે થશે.

દર વર્ષે આઇપીએલની શરુઆત એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં થતી હોય છે અને મે મહિનાના અંત સુધી ચાલતી હોય છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી શક્યતઃ એપ્રિલ-મેમાં યોજાશે એટલે એની તારીખો સાથે આઇપીએલની તારીખો ટકરાવાની અટકળ હતી, પરંતુ આઇપીએલની શરુઆત સામાન્ય તારીખોને બદલે વહેલી (23 માર્ચથી) થશે અને આખી આઇપીએલમાં ભારતમાં રમાશે.

આ જાહેરાત, qક્રકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી આૅફ ઍડિ્મનિસ્ટ્રેટર્સ (સીઆેએ) દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ સમિતિમાં ચેરમેન વિનોદ રાય અને મેમ્બર ડાયના એદલજીનો સમાવેશ છે અને તેમણે કેન્દ્રીય તથા રાજ્ય-સ્તરીય સંસ્થાઆે અને સંબંધિત સત્તાવાળાઆે સાથેની પ્રાથમિક ચર્ચા બાદ પોતાની સમિતિની બેઠક યોજી

હતી અને નક્કી કર્યું હતું કે qક્રકેટ-વિશ્વની સૌથી લોકપ્રિય તથા સૌથી સ્પર્ધાત્મક સ્પર્ધા આઇપીએલની 12મી સિઝનનું આયોજન ભારતમાં થવું જોઈએ. આ લીગ 23મી માર્ચે શરુ કરવાનો પ્રસ્તાવ છે અને એનું સમયપત્રક યોગ્ય સત્તાધીશો સાથેની સલાહમસલત બાદ વિગતવાર નક્કી કરાશે.

અગાઉ આઇપીએલ માર્ચમાં શરુ થઈ હોવાનો બનાવ વર્ષ 2010માં બન્યાે હતો. ત્યારે સ્પર્ધા 12મી માર્ચે શરુ થઈ હતી અને પચીસમી એપ્રિલે પૂરી થઈ હતી. આ વખતે આઇપીએલ વહેલી શરુ કરવા પાછળનું બીજું મોટું કારણ એ પણ છે કે qક્રકેટ બોર્ડના નવા બંધારણ મુજબ આઇપીએલના અંત અને ભારતીય ટીમની નવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની શરુઆત વચ્ચે 15 દિવસનું અંતર હોવું જ જોઈએ. આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે એટલે એ જોતાં આઇપીએલને 23મી માર્ચે શરુ કરીને મે મહિનાની મધ્યમાં પૂરી કરાશે. ચૂંટણી તબક્કાવાર યોજાશે અને એને ધ્યાનમાં રાખીને આઇપીએલનું ટાઇમટેબલ નક્કી કરાશે.

સામાન્ય રીતે લોકસભાના મતદાન કે મતગણતરીની તારીખો કે વડા પ્રધાનની ચૂંટણી રેલી સાથેની તારીખો સાથે ટકરાતી હોવાથી જરુર પડે તો આઇપીએલના આયોજન માટે વિકલ્પ તરીકે ભારત સિવાયના કોઈ દેશને પસંદ કરવામાં આવતું હોય છે. વર્ષ 2009ની આઇપીએલ લોકસભાની ચૂંટણીને લીધે સાઉથ આqફ્રકામાં યોજાઈ હતી. ત્યાર બાદ 2014માં ચૂંટણીને લીધે અમુક મેચો યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં રાખવામાં આવી હતી.

ગયા મહિને જયપુરમાં ખેલાડીઆેની હરાજી યોજાઈ ત્યારે જ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યો હતો કે વર્ષ 2019ની આઇપીએલ ભારતમાં જ યોજાશે.

print

Comments

comments

VOTING POLL