આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં હાલ વ્યસ્ત છે

July 30, 2018 at 6:55 pm


સલમાન સાથે વોન્ટેડ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં સક્રિય દેખાઇ રહી છે. આ વષેૅ ફેબ્રુઆરીમાં અભિનેત્રી આઇશા ટાંકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યાાે હતાે. આ ફોટામાં તેના ચહેરાને એક દમ બદલાયેલો લોકોએ જોયો હતાે. તે વખતે કેટલાક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે, આઈશાએ પાેતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેના કારણે તેના ચહેરામાં કેટલીક વિકૃતિ દેખાઈ રહી છે પરંતુ હવે એવા અહેવાલોને રદિયો આÃયો છે અને કહ્યું છે કે, જે ફોટા પહેલા આવ્યા હતા તે ફોટા તેના ન હતા. બાેગસ ફોટાઆે કોઇ વ્યક્તિ દ્વારા મુકી દેવામાં આવ્યા હતા. આઈશાએ દાવો કયોૅ છે કે, કોઇપણ પ્રકારની સર્જરી તેણે કરાવી નથી. જે ફોટા આવ્યા હતા તે ઉપજાવી કાઢેલા ફોટા હતા અને ચહેરાને બદલી દેવામાં આવ્યો હતાે. તેનું કહેવું છે કે, સર્જરી કરાવવાનાે કોઇ પ્રન જ થતાે નથી. હાલમાં તે એિંક્ટગમાં કમબેક કરવા ઉપરાંત રેસ્ટોરન્ટ અને ફેશન લાઈનને લાેંચ કરવાને લઇને વ્યસ્ત છે. આઈશા તાજેતરમાં જ મુંબઈના કોલાબા વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં નજરે પડી હતી. આઈશાએ કહ્યું હતું કે, જ્યારે તે પાેતે પાેતાના ફોટા જોઇને એક વખતે ચાેંકી ઉઠી હતી. તે વખતે તે ગાેવામાં હતી અને આને લઇને ટકોર કરવાની ઇચ્છા હતી પરંતુ વધારે વિવાદને ટાળવાના હેતુસર કોઇ નિવેદન કરવામાંઆવ્યા ન હતા. તે પાેતે પણ અગાઉના ફોટાને જોઇને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ખુબ આેછા લોકોને આ અંગેની માહિતી છે કેે, પ્રભુદેવા દ્વારા નિદેૅશિત ફિલ્મ વોન્ટેડમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં આઈશા ટાંકિયા હતી. આ ફિલ્મમાં બાેલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની મુખ્ય ભૂમિકા હતી

print

Comments

comments

VOTING POLL