આઇસીસી રેન્કિંગમાં અશ્વિન, જાડેજાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું

January 9, 2017 at 10:56 am


રવિચંદ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજાની ભારતના સ્પિનરોની જોડીએ આઈ.સી.સી.ના નવા જાહેર કરાયેલ ટેસ્ટ ક્રમાંકોમાં બોલરોની યાદીમાં ટોચના બે સ્થાન જાળળ્ી રાખ્યા હતા અને સુકાની વિરાટ કોહલી બેટિંગ વિભાગમાં સ્ટીવ સ્મિથથી એક ક્રમ નીચે હતો.
અશ્ર્વિન (૮૮૭ પોઈન્ટ) તથા જાડેજા (૮૭૯ પોઈન્ટ) અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને હતા અને પાકિસ્તાન સામે સારો દેખાવ કરનાર ઓસ્ટ્રેલિયાનો સીમર જોશ હેઝલવૂડ ૨૯ પોઈન્ટ મેળવી ત્રીજા ક્રમે આવી લાગ્યો હતો. ટોચના ૨૦ ક્રમમાં સ્થાન ધરાવતો અન્ય એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે ઝડપી ગોલંદાજ મોહંમદ શમી ૧૯મા સ્થાને હતો.
બેટસમેનોની યાદીમાં સ્ટીવ સ્મિથ ચાર રેન્કિંગ પોઈન્ટ નીચે સરકવા છતાં, ૯૩૩ પોઈન્ટ સાથે હજી મોખરાના સ્થાને છે. ભારતીય કેપ્ટન કોહલી (૮૭૫ પોઈન્ટ) સાથે બીજા ક્રમે છે. ટોચના ૨૦ ક્રમમાં ભારતનો અન્ય કોઈ ખેલાડી નથી, પણ ચેતેશ્ર્વર પૂજારા તથા અજિંકય રહાણે અનુક્રમે ૧૨મા અને ૧૬મા સ્થાને છે. ટીમ રેન્કિંગમાં ભારત ૧૨૦ રેટિંગ પોઈન્ટ સાથે સર્વેાચ્ચ સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા ૧૦૯ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

print

Comments

comments

VOTING POLL