આઈએસનો સંપૂર્ણ સફાયો કરવો જરૂરી

April 17, 2017 at 6:22 pm


આતંકવાદીકના મામલે લાંબા સમયની શાંતિ પછી અમેરિકા પાછું મેદાનમાં આવ્યું છે ને અફઘાનિસ્તાનમાં તોતિંગ બોમ્બ ફેંકીને સોપો પાડી દીધો છે.અમેરિકાએ પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા નાંગારહર પ્રાંતના અચિન જિલ્લામાં ઝીકેલો જીબીયુ-43 બોમ્બ મધર આેફ આેલ બોમ્બ્સ કહેવાય છે ને આ બોમ્બ ઝીકીને અમેરિકાએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ની ટનલનો ખુરદો બોલાવી દીધો. આ બોમ્બ 10 ટન એટલે કે 10 હજાર કિલો વજનનો છે ને નોન-ન્યુક્લીયર એટલે બિન પરમાણુ બોમ્બ છે.

અમેરિકાએ આ બોમ્બ ઝીક્યો એ ઘટના બહુ મોટી છે કેમ કે અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી અમેરિકા શાંત બેઠું હતું. હવે અચાનક જ તેણે આકરા તેવર બતાવ્યા છે ને આતંકવાદીઆેને સાફ કરવાનું અભિયાન પાછું આદર્યું છે. કમનસીબે અમેરિકાના બોમ્બમારા પછી આ બોમ્બ કેવો છે ને તેની શું અસર થાય તેની ચોવટ જોરશોરથી ચાલી રહી છે પણ તેમા મુદ્દાની વાત કોઈ કરતું નથી. મુદ્દાની વાત એ છે કે અમેરિકાએ આવો જોરદાર બોમ્બ ઉત્તર અફઘાનિસ્તાન પર ઝીકવાની જરુર કેમ પડી આ મુદ્દાે અમેરિકા તથા દુનિયાના બીજા દેશો માટે તો મહત્વનો છે જ પણ આપણા માટે વધારે મહÒવનો છે કેમ કે અફઘાનિસ્તાન આપણું પાડોશી છે ને ત્યાં જે કંઈ બને તેની વત્તીઆેછી અસર આપણે ત્યાં થતી જ હોય છે.

ઈસ્લામિક સ્ટેટની વિચારધારા આખી દુનિયામાં સુન્ની મુિસ્લમ શાસનની સ્થાપના કરવાની છે. તેના કારણે આરબ દેશો પણ તેને ભરપૂર મદદ કરે છે. તેના કારણે ઈસ્લામિક સ્ટેટ પાસે જબરદસ્ત પૈસો છે ને બીજા આતંકવાદી સંગઠનો કરતાં એ વધારે આયોજનબÙ રીતે કામ કરે છે. ઈસ્લામિક સ્ટેટ પાસે પોતાના પણ આવકના સ્રાેત છે ને તેની પોતાની શસ્ત્રાેની ફેક્ટરીઆે છે. આ કારણે ઈસ્લામિક સ્ટેટ વધારે ખતરનાક છે.

હવે ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારે ને સિરિયા-ઈરાકની જેમ ત્યાંના પ્રદેશો પર કબજો કરવા માંડે તો શું થાય એ વિચારવું પડે. પાકિસ્તાનમાં કટ્ટરવાદીઆેનું શાસન સ્થાપવાના પ્રયત્નો તેજ થાય કેમ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. એ માટે ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનના કટ્ટરવાદીઆેને પોતાના પડખામાં લે ને તેના કારણે ભારતની મેથી મારવાનો કાર્યક્રમ પણ શરુ થાય કેમ કે પાકિસ્તાનના કટ્ટરવાદીઆેને સૌથી વધારે ખાર ભારત તરફ છે. ઈસ્લામિક સ્ટેટ પણ તેમને તન,મન, ધનથી મદદ કરે કેમ કે પોતાની તાકાત સાબિત કરવા માટે બીજું કોઈ રાષ્ટ્ર બચતું નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન ને બંગલાદેશ મુિસ્લમ રાષ્ટ્રાે છે ને ત્યાં આતંકવાદી હુમલા કરવાથી છાકો ના પડે જ્યારે ભારતમાં હુમલો કરો તો છાકો પડે ને લોકપ્રિયતા પણ વધે. ભારતે આ બાબત સમજવી જોઈએ ને અમેરિકાની જેમ વિચારી આતંકવાદીઆેનો ખુરદો બોલાવવા મચી જવું પડે.

print

Comments

comments

VOTING POLL