આઈડીબીઆઈને ઉગારવા સરકાર એલઆઈસીમાંથી પિયા નાખશે: પોલિસી ધારકોને અસર થવાની ભીતિ

June 29, 2018 at 10:40 am


ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી પર આજે દેશના 25 કરોડથી વધુ લોકો વિશ્વાસ કરે છે, વીમા ક્ષેત્રે અનેક કંપ્ની કામ કરતી ઇન્ડસ્ટ્રીઝ મોટી છે, પરંતુ 62 વર્ષ બાદ પણ એલઆઈસી નંબર વન પર સ્થિત છે. જો કે એલઆઈસી દેણામાં ડૂબેલી આઇડીબીઆઇ બેંકને ખરીદવાની તૈયારી કરી રહી છે, જો આ ડીલ થઇ તો એલઆઈસી સાથે જોડાયેલા કરોડો લોકો પર તેની અસર દેખાશે.
ભારતીય જીવન વીમા નિગમે આઇડીબીઆઇ બેંક ખરીદવાની તૈયારી દશર્વિી છે, આ ડીલથી 25 કરોડ નાગરિક માટે ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે આ આઇડીબીઆઇનો એનપીએ અથવા ગેર-અમલી સંપત્તિ સરકારી બેંકોમાં સૌથી વધુ છે, એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડીલની અસર એલઆઈસીની પોલિસી પર પડી શકે છે. જો એવું થયું તો તેની સીધી અસર પોલિસી ધારકો પર પડશે. જો કે જોવાનું રહ્યું કે દેણાંમાં ડૂબેલી બેંકને ખરીદવાનો નિર્ણય એલઆઈસી માટે કેટલો ફાયદાકારણ રહેશે. અને પોલિસીધારકોને કેટલો લાભ થઇ શકે છે.
ભારતીય સંસદે 1956માં લાઇફ ઇંશ્યોરન્સ કોર્પોરેશન એક્ટ પાસ કર્યું, આ એક્ટ પાસ થયા બાદ 1 સપ્ટેમ્બર 1956માં ભારતીય જીવન વીમા નિગમ નામથી કંપ્ની શરૂ થઇ હતી. 1956થી દેશની અર્થવ્યવસ્થાની સાથે સાથે વીમા ક્ષેત્રે અનેક ઉતાર-ચડાવ આવ્યા, પરંતુ એલઆઈસી આજે દેશની સૌથી ભરોસાલાયક કંપ્ની બનીને ઉભરી છે. વીમા કારોબારમાં એલઆઈસી આજે પણ 69 ટકા હિસ્સો ધરાવે છે, નાણાકીય વર્ષ 2017-18માં એલઆઈસીએ નવો વેપાર શરૂ કર્યો તેમાં પણ 8 ટકા ગ્રોથ હાંસલ કર્યો.
એલઆઈસીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કંપ્નીની દેશભરમાં 2048 શાખા કાર્યરત છે. 113 ડિવિઝનલ ઓફિસ છે. 8 જોનલ કાયર્લિય છે, 1381 સેટેલાઇટ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસ છે, દેશભરમાં ફેલાયેલા નેટવર્કની મદદથી એલઆઈસી દરેક પ્રકારના વીમા દેશના સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ કરાવે છે.
એલઆઈસી સામાન્ય નાગરિક માટે એક ભરોસાલાયક વીમા કંપ્ની જ નહીં, પરંતુ રોજગારી પૂરી પાડતી કંપ્ની છે. લોકોનો વિશ્વાસ તેના કારણે વધે છે. 2008માં આવેલી મંદીની વાત કરીએ તો આ સમયે મોટાભાગની કંપ્ની પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી હતી, પરંતુ એલઆઈસી એજન્ટોની ભરતી કરી રહી હતી. 2008થી 2010 વચ્ચે અન્ય ખાનગી કંપ્નીઓમાં 9.5 લાખ એજન્ટ્સ હતા, જ્યારે એલઆઈસી પાસે આ દરમિયાન 11.31 લાખ એજન્ટ્સ હતા.

print

Comments

comments

VOTING POLL