આઈપીએલની 11મી સીઝનનો કાર્યક્રમ જાહેર

February 15, 2018 at 11:19 am


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 11મી સીઝન માટેનો કાર્યક્રમ જાહેરા કરી દીધો છે. 51 દિવસ સુધી ચાલનારી આ આઈપીએલની શરૂઆત 7 એપ્રીલ 2018થી થશે. સીઝનનો પ્રથમ મુકાબલો વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ બે વર્ષ બાદ વાપસી કરી રહી છે. જ્યારે ત્રણ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શમર્િ છે. સ્પોર્ટ ફિક્સિંગના કારણે બે વર્ષના પ્રતિબંધ બાદ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમોના પ્રશંસકો માટે ખુશીના સમાચાર આ છે કે બન્ને ટીમોની મેચ ક્રમશ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર) અને એમએ ચિદંબરમ સ્ટેડિયમ ચેન્નઈમાં રમાશે.
પ્રસારણકતર્િ સ્ટાર સ્પોર્ટ અનુસાર આ સીઝનમાં રાત્રે 8 વાગ્યાની જગ્યાએ સાંજે 7 વાગ્યાથી મેચ રમાશે અને પહેલા જે મેચ ચાર વાગ્યાથી રમાતી હતી તે હવે 5.30 વાગ્યેથી શરૂ થશે. સ્ટાર પહેલીવાર લીગનું પ્રસારણ કરશે. તેના પહેલા આઈપીએલનું પ્રસારણ સોની નેટવર્ક્સ કરતું હતું. ફાઈનલ મુકાબલો 27 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં રમાશે.

print

Comments

comments

VOTING POLL