આઈપીએલ: 11મી સિઝનની ટ્રોફી માટે ઘણા દાવેદાર

May 15, 2018 at 1:58 pm


આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 11મી સિઝનમાં બાવીસમી મેએ પ્લે-આૅફ રાઉન્ડ શરુ થાય એ પહેલાં ફક્ત 8 લીગ મેચ બાકી છે એ જોતાં પ્લે-આૅફનો તબક્કાે કેવો રહેશે એનો અંદાજ અહી નીચે પ્રસ્તુત છે. જોકે, આ અંદાજ પર ગઈ કાલની પંજાબ-બેન્ગલોરની મેચની પણ ઘણી અસર પડવાની પાકી સંભાવના હતી. દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ગઈ કાલ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી એ સ્થિતિમાં બાકીની સાત ટીમમાં મુંબઈ ઇન્ડિયન્સ પર સૌ કોઈની નજર રહી છે.
મુંબઈની હવે બે લીગ મેચ બાકી છે જે બન્ને એણે જીતવી જ પડે. જોકે, એક સંભાવના મુજબ જો બેન્ગલોરની સ્થિતિ મજબૂત થાય તો એ સ્થિતિમાં મુંબઈ બાકીની બેમાંથી એક મેચ જીતે તો પણ પ્લે-આૅફમાં પહાેંચી શકે. જોકે, એમાં મુંબઈનો નેટ રનરેટ મહÒવની ભૂમિકા ભજવી શકે, કારણકે ગઈ કાલ સુધીમાં આઠેય ટીમોમાં મુંબઈનો રનરેટ (+0.405) સર્વશ્રેષ્ઠ હતો.
મુંબઈની હવે જે બે મેચ બાકી છે એમાંની પહેલી મેચ આવતી કાલે (બુધવારે) વાનખેડેમાં પંજાબ સામે રાત્રે 8.00 વાગ્યાથી અને બીજી મેચ રવિવારે દિલ્હીમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે સાંજે 4.00 વાગ્યાથી રમાશે.
હૈદરાબાદ અને ચેન્નઈની ટીમ પ્લે-આૅફમાં પહાેંચી ગઈ છે. ગઈ કાલે સાંજે પંજાબ સામેની મેચની શરુઆત પહેલાં સ્થિતિ એવી હતી કે જો પંજાબ જીતે તો બેન્ગલોરની ટીમ આ વખતની ટુનાર્મેન્ટમાંથી બહાર જ ફેંકાઈ જાય અને જો બેન્ગલોર જીતે તો એની તો પ્લે-આૅફ માટેની આશા જીવંત રહે જ, પંજાબ પણ હરીફાઈમાં ટકી રહે. કોલકતા અને રાજસ્થાનની ટીમ પણ રહી-રહીને લીગ મેચો જીતી હોવાથી એ બેઉ ટીમો પણ પ્લે-આૅફ માટેની રેસમાં હતી.

print

Comments

comments

VOTING POLL