આગામી માર્ચ સુધી દેશના તમામ મોબાઈલ અને એપ્લીકેશનો સુરક્ષિત બનશે

September 26, 2017 at 11:14 am


મોબાઈલ ફોન અને તેના પર યુઝ કરાતી વિભિન્ન એપ્લીકેશનોના સુરક્ષાતંત્રને લઈને ચિંતીત કેન્દ્ર સરકારે હવે ડેટાની માવજત સાથે જોડાયેલા સમગ્ર સુરક્ષાના માળખાને તૈયાર કરવાની શરૂઆત કરી છે. આગામી વર્ષે માર્ચ સુધી સરકાર આ માળખું તૈયાર કરી લેશે અને તેને પગલે દેશભરમાં લોકોના મોબાઈલ હેન્ડસેટ અને તમામ એપ્લીકેશનની સુરક્ષાની ચકાસણીનો રસ્તો ખૂલી જશે અને તેની સુવિધાઓ પણ દેશભરમાં વધી જશે પરિણામે મોબાઈલ ફોન અને એપ્લીકેશનો એકદમ સુરક્ષિત થઈ જશે.

ડિઝિટલ થઈ રહેલા દેશમાં જે ઝડપથી મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે તેને લઈને ડેટાચોરી અને સાયબર સિકયોરિટી સાથે જોડાયેલા ખતરા વધી રહ્યા છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ડિઝિટલ પેમેન્ટમાં પણ ઝડપથી થઈ રહ્યો છે. મોબાઈલ હેન્ડસેટ અને તેની સાથે જોડાયેલી એપ્લીકેશનો સુરક્ષિત નહીં રહેવાની સ્થિતિમાં ગ્રાહકોની જાણકારી અને માહિતીઓ ચોરી થવાનો ખતરો સતત વધી ગયો છે અને આ માટે સરકારે કામગીરી શરૂ કરી છે. દરેક મોબાઈલ અને તેની એપ્લીકેશનની ચકાસણી થઈ શકે તેવું તત્રં વિકસાવવામાં આવી રહ્યું છે અને આવતાં વર્ષ સુધી તે આખા દેશમાં લાગુ થઈ જશે તેવી ખાતરી સરકારે આપી છે. દેશભરના મોબાઈલ ધારકોને ઘણી રાહત મળશે

print

Comments

comments

VOTING POLL