‘આજકાલ’ ઈમ્પેકટઃ પધહુમાન પાર્ક ઝૂ ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર

July 12, 2018 at 3:28 pm


ગુજરાતના નં.1 સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા રાજકોટ શહેરને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના સચોટ અહેવાલોના પગલે રાજકોટ મહાપાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધ પાની દ્વારા પ્રÛુમન પાર્ક ઝુને ‘પ્લાસ્ટિક ફ્રી’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય સંકુલોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા હિલચાલ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહાપાલિકા દ્વારા પાણીના પાઉચ, ઝભલા, કેરી બેગ, પ્લાસ્ટિકના ટી-કપ વિગેરે પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ હજુ પાન-માવા બાંધવા વપરાશમાં લેવાતા પ્લાસ્ટિક પીસ પર પ્રતિબંધ મુકવા પ્રબળ લોક માગણી ઉઠી છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ‘આજકાલ’ની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ઝુઆેલોજીકલ પાર્ક (પ્રÛુમન પાર્ક ઝુ)ને આજથી ‘પ્લાસ્ટિક ફ્રી ઝુ’ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની પહેલ કરવામાં રાજકોટ સૌથી આગળ રહ્યાનું તેમણે ઉમેર્યું હતું. પ્રÛુમન પાર્ક ઝુની મુલાકાતે આવનાર સહેલાણીઆે પાસે જેટલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઆે હશે તે પ્રતિ ચીજ-વસ્તુ દીઠ રૂા.10ની ડિપોઝીટ લેવામાં આવશે. સહેલાણીઆે ઝુની બહાર નીકળતી વખતે પ્લાસ્ટિકની ચીજવસ્તુઆે પોતાની સાથે બહાર લાવ્યાનું બતાવશે તો જ રૂા.10ની ડિપોઝીટ પરત આપવામાં આવશે.
વધુમાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, હવેથી પ્રÛુમન પાર્ક ઝુ ખાતે અલગથી ખાસ કર્મચારીઆે તૈનાત કરવામાં આવશે અને તે કર્મચારીઆે સહેલાણીઆે પાસે પ્લાસ્ટિક છે કે નહીં તેનું ચેકિંગ કરશે અને પ્રતિ પ્લાસ્ટિકની ચીજવસ્તુ દીઠ રૂા.10 વસુલશે. બહાર નીકળતી વખતે પ્લાસ્ટિકની ચીજવસ્તુ સાથે બહાર લાવ્યાનું બતાવે ત્યારબાદ વસુલ કરેલી રકમ પરત અપાશે.
જયારે ઝૂ સ્ટાફના વતુર્ળોએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે નિમિર્ત રાષ્ટ્રીય કક્ષાના પ્રÛુમન પાર્ક ઝુમાં આવતા સહેલાણીઆે પ્લાસ્ટિક બેગ, ઝભલા, વેફર સહિતના નમકીનના પેકેટ, મિનરલ વોટરની ખાલી બોટલ્સ વિગેરે ફેંકીને જતા રહેતા હોય ગંદકી થાય છે.
તદઉપરાંત સહેલાણીઆેને જે નૈસગિર્ક વાતાવરણ મળવું જોઈએ તે મળતું નથી. પાન મસાલા, માવા ફાકી વિગેરે સાથે લઈને આવતા મુલાકાતીઆે પણ ઝુમા પાન-ફાકીના પ્લાસ્ટિક ફેંકીને જતા રહે છે. આ તમામ પ્રકારે થતુ પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારવા માટે મ્યુ.કમિશનર દ્વારા આજથી નવી પ્રથા અમલી બનાવાઈ છે જેનો ચુસ્ત અમલ કરાશે.
‘યુઝ એન્ડ થ્રાે’ કેટેગરીનું પ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય, પર્યાવરણ તેમજ સમગ્ર શહેર માટે હાનિકારક છે. પ્લાસ્ટિક કન્ટેનરમાં ગરમ ખાદ્ય પદાર્થો કે ઠંડા પીણા પીવાથી લાંબા ગાળે તંદુરસ્તીને કયારેય ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થતુ હોવાનો નિષ્ણાત તબીબોનો અભિપ્રાય છે. હાલમાં વિશ્વસ્તરે પ્લાસ્ટિક વિરૂધ્ધ પર્યાવરણિય ઝુંબેશ ચાલી રહી છે ત્યારે રાજકોટવાસીઆે પણ તેમાં સહભાગી બની પ્લાસ્ટિકનો ત્યાગ કરે તે ઈચ્છનીય છે.

print

Comments

comments

VOTING POLL