આજથી એક થયા આઈડિયા-વોડાફોન !, હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

July 27, 2018 at 10:39 am


વોડાફોન અને આઇડિયા ટેલિકોમ કંપનીના મર્જરને સરકારે મંજૂરી આપી દીધી છે. આ મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નવી કંપની પાસે માર્કેટમાં 35 ટકાની ભાગીદારી હશે. જ્યારે તેના સબસ્ક્રાઇબર 43 કરોડથી વધારે થઈ જશે. જોકે, સરકારી મંજૂરી બાદ નવી કંપનીને વોડાફોન આઇડિયા નામ આપવામાં આવશે.
જે ભારતીય એરટેલને નંબર વન પરથી પછાડીને અન્ય ક્રમે ધકેલી દેશે. હાલમાં એરટેલના 34.4 કરોડ સબસ્ક્રાઇબર છે. ટેલિકોમ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મર્જર બાદ બંને કંપનીઆે રજિસ્ટ્રાર આેફ કંપનીઝ પાસે જશે અને વેપાર શરુ કરવા માટે એપ્રૂવલ મેળવશે.
આમ આ મર્જર કાયદાકીય મંજૂરીના અંતિમ તબક્કામાં છે. જોકે, સરકારે મંજૂરી આપવાની સાથોસાથ કેટલીક શરતો પણ મૂકી છે. નવી કંપનીએ ટેલિકોમ ટિ²બ્યૂનલ અને અન્ય કોર્ટના નિર્ણયને અનુરુમ કામ કરવાનું રહેશે. ટેલિકોમ વિભાગ આ મર્જરને મંજૂરી આપી ચૂક્યો છે. વોડાફોન આ મર્જર બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ બની જશે.
જેની વેલ્યૂ 1.5 લાખ કરોડ રુપિયાથી વધુ થશે. કુમાર મંગલમ્ બિરલા કંપનીના જૂના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન બની રહીશે. જ્યારે બાલેશ શમાર્ આ નવી કંપનીના નવા સીઈઆે પદ પર રહેશે. જોકે, આ કંપનીથી બંને કંપનીઆે એવી આશા રાખાવામાં આવી રહી છે કે બંને કંપનીઆેની ઉધારી આેછી થશે અને મુિક્ત મળશે. આ ઉપરાંત આ મર્જર બાદ ટેલિકોમ કંપનીઆે વચ્ચે ડેટાવોરને એક રાક્ષસી અસર થશે. ..

print

Comments

comments

VOTING POLL