2019માં પ્રચંડ બહુમતિ સાથે જીતના વિશ્વાસ સાથે ભાજપ કારોબારીનો પ્રારંભ

September 8, 2018 at 10:43 am


2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિના વિશ્વાસ સાથે ભાજપનીબે દિવસીય કારોબારી બેઠકનો આજથી પ્રારંભ થયો હતો. આ બેઠક પહેલાં અમિત શાહે એક બેઠકને સંબોધન કરતાં કહ્યું કે ભાજપ 2019માં પ્રચંડ બહુમતિ સાથે સત્તાના સિંહાસન સંભાળશે. આ બેઠકમાં લોકસભા ઉપરાંત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંગે પણ રણનીતિ ઘડવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જ નિધન પામેલા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને પણ બેઠક દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત અત્યંત ચર્ચાસ્પદ બની ગયેલા એસસી-એસટી અને માેંઘવારી મુદ્દે પણ ગહન ચર્ચા કરવામાં આવશે.
પાંચ રાજ્યોની વિધાસભા ચૂંટણી પહેલા આજથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારરિણીની બે દિવસની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા વિધાનસભા ચૂંટણી રહેશે. આ બેઠકમાં સવર્ણો વિરુÙ દલિત મામલે ચિંતામાં પડેલી પાર્ટી કોઈ વર્ગ વિશેષના પક્ષ કે વિપક્ષમાં બોલવાના બદલે સમરસતાનો સંદેશ ફેલાવવા પર ભાર આપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, દલિતોની વચ્ચે પોતાનો સંદેશ પહાેંચાડવા માટે પાર્ટી પહેલી વખત પોતાના રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં કરવા જઈ રહી છે. ભાજપની આ બેઠક દિવંગત દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને સમપિર્ત હશે.
આ બેઠકમાં પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમને લઈને પોતાની રણનીતિ તૈયાર કરશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની થીમ સદૈવ અટલ હશે અને તેની શરુઆથ અટલજીને શ્રાદ્ધાંજલિ આપવા સાથે થશે. એક સિનિયર ભાજપના નેતાએ કહ્યું કે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર અટલમય થઈ જશે.
ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું, આ રાષ્ટ્રીય કાર્યકારિણીની પહેલી મીટિંગ હશે, જેમાં વાજપેયી અમારી સાથે નહી હોય. ત્યાં સુધી કે તેઆે બિમાર હતા, ત્યારે પણ હમે વિચારતા હતા કે તેઆે અમારી સાથે છે. ભાજપે તેમના માર્ગદર્શનમાં જ આ Kચાઈઆેને સ્પશ} છે. કાર્યકારિણીની બેઠકની શરુઆત પાર્ટી ચીફ અમિત શાહના સંબોધનની સાથે શરુ થશે. તેઆે તેઆે દલિતો સાથે જોડાયેલા મુદ્દા પર પણ બોલી શકે છે, જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે.
એનડીએ સરકારના કાર્યકાળમાં જ બનાવાયેલા આંબેડકર ઈન્ટરનેશન સેન્ટરમાં ભાજપ એટલા માટે બેઠક બોલાવવા માગે છે જેથી દલિતોની વચ્ચે સંદેશ પહાેંચાડી શકાય. આ બેઠકમાં ઘરેલું અને વિદેશ નીતિ સાથે જોડાયેલા મુદ્દા પર એક રાજકીય પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. આ સિવાય અર્બન નક્સલિઆેની ધરપકડ અને તેના પરિણામો પર પણ ચર્ચા થશે. આ પ્રસંગે જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યો અમિત શાહને રિપોર્ટ સાેંપશે.

print

Comments

comments

VOTING POLL