આજથી વોટસએપ પર એક સાથે પાંચથી વધુ મેસેજ મોકલવા પર રોક

July 30, 2018 at 11:05 am


દેશમાં ખોટા મેસેજ, વીડિયો અને ફોટાને કારણે વધી રહેલી ભીડ હિંસાની ઘટનાઆેમાં વધારો થયા બાદ મેસેજ પર નિયંત્રણ કરવાના પાતેના વાયદા પર સોશ્યલ મેસેજિંગ વેબસાઈટ વોટસએપે અમલ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં કરાયેલી જાહેરાત હેઠળ વોટસએપે રવિવારે રાત્રે 12 વાગ્યાથી એક સાથે પાંચથી વધુ લોકોને મેસેજ મોકલવા પર રોક લગાવી દીધી છે.

જો કે અત્યારે આ પ્રતિબંધ એ જ વોટસએપ યુઝર્સ પર લાગુ થો જે આ એપનો ઉપયોગ પોતાના ડેસ્કટોપ કોમ્પ્યુટર અથવા ટેબલેટ પર કરે છે પરંતુ ટૂંક સમયમાં આ પ્રતિબંધ મોબાઈલ યુઝર્સ ઉપર પણ લાગુ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં કેન્દ્ર સરકારે વોટસએપે એક નોટિસ મોકલીનેપોતાના પ્લેટફોર્મ પરથી મેકલવામાં આવતાં ભ્રામક મેસેજ પર નિયંત્રણ લગાવવા કહ્યું હતું. સરકારે વોટસએપને ચેતવણી આપી હતી કે પ્રભાવી પગલાં નહી ઉઠાવવા પર ભ્રામક સંદેશને કારણે હિંસા ફેલાવાની સ્થિતિમાં તેને પણ દોષિત ઠેરવવામાં આવશે. ત્યારબાદ વોટસએપે પોતાના પ્લેટફોર્મનો દુરુપયોગ નહી થવા દેવાની જાહેરાત કરી હતી.

સરકારે નોટિસ બાદથી વોટસએપના મેસેજ પર નિયંત્રણ માટે અનેક પગલાં ઉઠાવ્યા છે જેમાં ફોરવર્ડ મેસેજનું ટેગ સહિતનાનો સમાવેશ થાય છે. વોટસએપનું કહેવું છે કે તેનાથી સંદેશ મેળવનારો વ્યિક્તને તે અસલી નહી હોવાની અથવા કોઈ અન્ય તરફથી મોકલાયાની જાણકારી મળી જશે.

print

Comments

comments

VOTING POLL