આજથી શ્રાવણ માસનો પ્રારંભઃ સૌરાષ્ટ્ર બન્યું શિવમય

August 12, 2018 at 12:03 pm


12 આેગસ્ટને આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. પુરુષોત્તમ માસને કારણે આ વર્ષે શ્રાવણમાસનો પ્રારંભ ગયા
વર્ષની સરખામણીએ આ વર્ષે 18 દિવસ મોડો થયો છે. તેમજ આ વર્ષે શ્રાવણમાસનો પ્રારંભ અને સમાપન બંને રવિવારના દિવસે થાય
છે. આ વર્ષે પવિત્ર શ્રાવણમાસમાં ચાર સોમવાર આવશે. શ્રાવણના સોમવારે શિવભિક્તનું અનોખું મહત્વ રહેલું છે. આ વર્ષે પુરુષોત્તમ
માસ આવ્યો હોવાને કારણે શ્રાવણમાસ અને રક્ષાબંધન, દિવાળી રહિતના તહેવારો પણ 18થી 20 દિવસ મોડા થયા છે. શ્રાવણમાસના
આજના પ્રારંભે સૌરાષ્ટ્રના શિવ મંદિરોમાં પૂજન-અર્ચન, મહાઆરતી, શિવપુરાણ, દૂધ-જળનો અભિષેક સહિત અનેકવિધ ધામિર્ક ઉત્સવોમાં
આખો શ્રાવણમાસ શિવભક્તો લીન બનશે.
વર્ષ 2018માં શ્રાવણમાસનો પ્રારંભ 12 આેગસ્ટને રવિવારથી થશે અને પૂણાર્હુતિ પણ 9 સપ્ટેમ્બરને રવિવારે જ થાય છે, જ્યારે ગયા
વર્ષે શ્રાવણમાસનો પ્રારંભ 24 જુલાઈને સોમવારે અને સમાપન 21 આેગસ્ટને સોમવારે થયું હતું. શાસ્ત્રાેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સોમવાર
શિવજીને અતિપ્રિય વાર છે. સોમવારે મહાઆરતી, યજ્ઞ, પૂજા-અર્ચના, શિવધૂન, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાય
છે. ભાવિકો પણ દર સોમવારે અથવા આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને શિવજીની આરાધના કરે છે.
શ્રવણ નક્ષત્ર પરથી પડéું શ્રાવણમાસનું નામ
શ્રાવણ માસનું નામ શ્રવણ નક્ષત્ર ઉપરથી પડéું છે. સત્તાવીસ નક્ષત્રોમાં બાવીસમું નક્ષત્ર શ્રવણ છે. શ્રાવણ માસ એ વિક્રમ સંવતનો
દસમો મહિનો ગણાય છે. શ્રવણનો એક અર્થ સાંભળવું અને બીજો એક અર્થ છે વેદોનું અધ્યયન. ભગવદ્કથા સાંભળવી, શાસ્ત્રાેનું
અધ્યયન કરવું એ માટે જે માસ નક્કી થયો તે શ્રાવણ. શ્રાવણ એટલે તહેવારોનો અન્નકૂટ. નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ,
તુલસીદાસ જયંતી, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, વ્રતની પૂનમ, ચાતુમાર્સ, હિંડોળા, બોળચોથ, જન્માષ્ટમી, પર્યુષણ મહાપર્વ, ફૂલકાજળી
વ્રત, જેવા અસંખ્ય પવિત્ર તહેવારોથી શ્રાવણ માસ બારેય માસમાં અધિક પવિત્ર માસ ગણાય છે અને એમાંય શ્રાવણના ત્રીસે ત્રીસ
દિવસ ભોળાનાથ શિવજી અને શિવલિંગ દર્શન, પૂજા શ્રાવણમાસને ચાર ચાંદ લગાડી દે છે.

print

Comments

comments

VOTING POLL