આજની નવી રિલીઝ : ‘ફન્નેખાન’, ‘મુલ્ક’ અને ‘કારવાં’

August 3, 2018 at 5:39 pm


આજે મોટા બજેટની બે ફિલ્મો ‘ફન્નેખાન’ અને ‘મુલ્ક’ સિનેઘરોમાં પહાેંચી છે તેમજ ઈરફાનખાનની ફિલ્મ ‘કારવાં’ પણ રિલીઝ થઈ છે. ફન્નેખાનમાં ઐશ્વર્યા અને અનિલકપુરે જમાવટ કરી છે.

ઐશ્વર્યા રાજકુમાર રાવની હિરોઈન તરીકે જોવા મળશે. ‘મુલ્ક’ ફિલ્મમાં તાપસી પન્નુનો જોરદાર રોલ છે. આ ફિલ્મ ભારે વિવાદોમાં રહી હતી.

તાપસીએ ફિલ્મમાં ધુંઆધાર વકીલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ટ્રાેલ થઈ હતી અને વિવાદોમાં રહ્યા બાદ આજે તે સિનેઘરોમાં પહાેંચી છે.

ઐશ્વર્યાએ ‘ફન્નેખાન’ ફિલ્મમાં ગ્લેમરસ અંદાજનો રોલ કર્યો છે અને લાંબા સમય બાદ તે આકર્ષક રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તે ઈન્ડિયન મેડોના તરીકે દેખાય છે.

આજે હિન્દી ફિલ્મ ‘કારવાં’ રિલીઝ થઈને સિનેઘરોમાં પહાેંચી છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન મુખ્ય રોલમાં છે અને હાલમાં તે કેન્સરની સારવાર માટે અમેરિકામાં છે.

આ ફિલ્મના ડાયરેકટર આકર્શ ખુરાના છે અને પ્રાેડયુસર રોની સ્ક્રુવાલા છે. ફિલ્મના ડાયલોગ હુસેન દલાલે લખ્યા છે.

ફિલ્મમાં નવો હિરો જોવા મળે છે જેનું નામ દલકીર સલમાન છે. આ તેની પ્રથમ જ ફિલ્મ છે. અન્ય પાત્રોમાં મિથિલા પલકર વગેરે ચમકી રહ્યા છે. કોમેડી ફિલ્મ હોવાથી દર્શકોને આ મુવી ગમશે તેવું લાગે છે. ઈરફાન ખાન સાથે નવા હિરોની જોડી બરાબર જામે છે. ફિલ્મમાં સંગીત દિગ્દર્શકો ચાર છે જેમાં પ્રતિક ખુહડ, અનુરાગ સાઈકિયા અને ઈતાદ શાહ તથા અન્ય એકનો સમાવેશ થાય છે.

ઈરફાન ખાન અત્યારે વિદેશમાં સારવાર હેઠળ છે અને આજે તેની ફિલ્મ રિલીઝ થઈ છે. તેણે ત્યાંથી જ દર્શકોને આ મુવી જોવાની અપીલ કરી છે.

print

Comments

comments

VOTING POLL