આજી-1ની સપાટી 24.70 ફૂટે પહાેંચીઃ નર્મદાનીર ઠાલવવાનું બંધ

February 14, 2019 at 3:49 pm


રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં આજી-1 ડેમ અંતર્ગત સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું હતું. દરમિયાન હવે ડેમની સપાટી 24.70 ફૂટે પહાેંચી જતાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું મહાપાલિકાના ઈજનેરી વતુર્ળોએ જણાવ્યું હતું. વધુમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ 29 ફૂટની ઉંડાઈના આજી-1ની સપાટી નર્મદા નીરથી હાલ 24.70 ફૂટે પહાેંચી ગઈ છે આથી હવે ઉનાળામાં મહાપાલિકાને દૈનિક પાણી વિતરણમાં કોઈ મુશ્કેલી નહી સતાવે તે નક્કી છે આમ છતાં જરૂર પડયે વધુ નર્મદા નીર આપવામાં આવશે તેવી સરકાર તરફથી ખાતરી મળી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હવે સૌની યોજના અંતર્ગત ન્યારી-1 ડેમને નર્મદા નીરથી ભરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL