આજે અલંગ 36નું થયું શિપબ્રેકીગ યાર્ડને 35 વર્ષ પૂર્ણ

February 13, 2018 at 12:04 pm


તળાજા તાલુકાના નાનકડા અલંગને આ રીસાયકલીગ ઉદ્યાેગને કારણે મળી વિશ્વવ્યાપી આેળખ અને ભાવનગર શહેર અને જિલ્લાનો આિથર્ક કરોડરંુ સમાન બન્યાે આ ઉદ્યાેગ

આજથી 35 વર્ષ પૂર્વે ભાવનગરને કોઇ આેળખતું જ ન હતું તેમ ન કહી શકાય. સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ રાજ્ય અર્પણ કરનાર કૃષ્ણકુમારસિંહજીના રાષ્ટ્રપ્રેમ, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવા પ્રદાન તથા સંત અને શુરાની ભૂમિ તરીકે ભાવનગરની આેળખ હતી જ પરંતુ આૈદ્યાેગિક ક્ષેત્રે વ્યાપારિક નકશામાં ભાવનગરનું સ્થાન ક્યાંય ન હતું. આ સ્થાન અપાવ્યું શિપબ્રેકીગ ઉદ્યાેગએ.
ભાવનગરની દુનિયાના નકશા ઉપર એક વિશેષ સ્થાન અપાવનાર અને ભાવનગરની આગવી આેળખ એવા અલંગ શિપબ્રેકીગ યાર્ડનો આજે જન્મ દિવસ છે. અલંગ શિપ બ્રેકિંગના આજે 35 વર્ષ પૂર્ણ કરી 36 વર્ષમાં પ્રવેશ કર્યો છે. 13 ફેબ્રુઆરી 1983 શરૂ થયેલી આ સફર કોટા નામનું શિપ ભાંગવાની શરૂ થયેલી અને તે પછી આ શિપ રીસાયકલીગ ઉદ્યાેગ સતત આગેકૂચ કરતો રહ્યાે છે. સમગ્ર દેશમાંથી ઉદ્યાેગ સાહસીકો આ શિપબ્રેકીગના ઉદ્યાેગ માટે ભાવનગર આવ્યા. આિથર્ક વ્યવહારો ધમધમવા લાગ્યા. ભાવનગર શહેરનું કલ્ચર બદલાવવા લાગ્યું અને આ ઉદ્યાેગ ભાવનગરનું આિથર્ક કરોડરંુ બની ગયું. અત્યાર સુધી કુલ 8000થી વધુ શિપ અહી અલંગમાં બ્રેક થયા છે, રીસાયકલ થયા છે. અને અત્યાર સુધીમાં 6 કરોડ લાખ મેટ્રીક ટનથી વધુ લોખંડનું અહીથી ઉત્પાદન થયું છે. આ આંકડો સમગ્ર એશિયામાં સૌથી મોટો છે.
અલંગની પછી સોસીયામાં પણ શિપ રીસાયકલીગ યાર્ડ શરૂ થયું. આજે આ બન્ને યાર્ડ ધમધમી રહ્યા છે તો છેક ત્રાપજના ઝાંપા સુધીના ખાલી પ્લોટ, ખેતરો અને ખાડાઆેમાં અલંગની વસ્તુઆે, સ્ક્રેપ, ઇલેકટ્રીક ગુડ્સ, હેવી મશીનરી, લાઇફ બોટ સહિતની અનેક સામગ્રીઆે વેચાઇ રહી છે અને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેકને આ વ્યવસાય રોજગારી આપી રહ્યાે છે.
આ શિપબ્રેકીગમાંથી જ આિથર્ક સધ્ધરતા મેળવી અનેક ઉદ્યાેગપતિઆે હાલ ભાવનગરમાં રીયલ એસ્ટેટમાં પણ મોટાપાયે કામ કરી રહ્યા છે તો અન્ય ઉદ્યાેગકારો રોલીગ મીલ સહિતના વ્યવસાયમાં પણ સફળતાથી કામ કરી રહ્યા છે. અલંગ આજે 36નું થયું છે ત્યારે સરકારે તેના માટે વિવિધ યોજનાઆે તો વિચારી છે અને અલગ બોર્ડની રચના પણ કરી છે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે પરંતુ જોઇએ તેટલી ગતિ નથી તે સ્વીકારવું રહ્યું. વધુમાં કેન્દ્ર સરકાર આ ઉદ્યાેગના પ્રાેત્સાહન માટે જરૂરી યોજનાઆે અને સુવિધાઆે ઉપલબ્ધ કરાવે તે પણ એટલું જ જરૂરી છે.
ભાવનગરમાં એક સમયે પ્લાસ્ટીકનો પાટી ઉદ્યાેગ ધમધમતો, જે હાલ મૃતપાય થવાના આરે છે, હિરા ઉદ્યાેગ ભાવનગર શહેર-જિલ્લાની શાન હતો અને છે પરંતુ વિવિધ કારણોસર અનેક હિરા ઉદ્યાેગના અગ્રણીઆે સુરત શીફટ થવા લાગ્યા છે, શિક્ષણ ક્ષેત્રે પણ ભાવનગરએ કાઠુ કાઢ્યું છે પરંતુ આ ઉદ્યાેગથી બહુ મોટો ફાયદો દેખાતો નથી આ સંજોગોમાં શિપ રીસાયકલીગ, શિપ બિલ્ડીગ અને રીયલ એસ્ટેટ પર જ ભાવનગરનો મોટો મદાર છે ત્યારે અલંગ શિપબ્રેકીગ યાર્ડની ‘ફીãટી’ ઉજવાય ત્યારે ભાવનગર કંઇક જુદુ જ હોય, આિથર્ક રીતે-આૈદ્યાેગિક રીતે સમૃધ્ધ હોય અને લોકો અહીથી સ્થળાંતર કરવાને બદલે ભાવનગરમાં આવતા હોય તેવી આશા રાખીએ.

print

Comments

comments

VOTING POLL