આજે ઈન્ડિગોની વધુ 30 ફલાઈટ્સ રદ
બજેટ એરલાઈન ઈન્ડિગોએ પાઈલોટ્સની અને ખાસ તો કેપ્ટનની અછતને કારણે છેલ્લા બે દિવસમાં દેશના વિવિધ એરપોટ્ર્સ પરથી 50 કરતાં પણ વધુ ફલાઈટ્સ રદ કરી હતી. કંપનીએ આજે પણ કદાચ 30 જેટલી ફલાઈટ્સ રદ કરે તેવી શકયતા છે એમ આ બાબતથી પરિચીત સૂત્રોએ જણાવ્યું હતું. પ્રવાસીની સંખ્યામાં દેશની સૌથી મોટી એરલાઈન ગણાતી ઈન્ડિગો દરરોજ 1,000થી પણ વધારે ફલાઈટ્સ આેપરેટ કરે છે. કંપનીએ શુક્રવારે ઉત્તર ભારતનાં રાજ્યોમાં થયેલી ભારે હિમવષાર્ને કારણે પાઈલોટ્સની તંગી સજાર્ઈ હોવાનું જણાવ્યું હતું. ‘શુક્રવારે ઉત્તરના રાજ્યોમાં ગંભીર હિમવષાર્ થઈ હતી, એટલે ઈન્ડિગોએ 11 ફલાઈટ્સ ડાઈવર્ટ કરી હતી. આને કારણે બીજા દિવસે અમારા તમામ નેટવર્કના આેપરેશન્સને ખલેલ પહાેંચી હતી. અમારા શિડéુઅલને રિકવર કરવાના ભાગરૂપે અમારે ક્રુ અને વિમાનોની પોઝિશન રિએડ્જસ્ટ કરવી પડી હતી. પરિણામે, ફલાઈટ્સ રદ થઈ હતી.’ એમ ઈન્ડિગોએ રવિવારે એક નિવદેનમાં જણાવ્યું હતું.