આજે કેબિનેટની બેઠકમાં જીએસટી મુદ્દે મહત્ત્વની ચર્ચા

March 20, 2017 at 11:28 am


કેન્દ્રિય કેબિનેટ આજથી ગૂડઝ એન્ડ સર્વિસિસ ટેકસ (જીએસટી)ના કાયદાનું કામ હાથ પર લેશે તથા સંસદના ચાલુ સત્રમાં તેને દાખલ કરવા માટેનો માર્ગ તૈયાર કરી રહી છે. જીએસટી સંબંધિત ચાર કાયદા–કમ્પેન્સેશન લો, સેન્ટ્રલ જીએસટી અથવા સી–જીએસટી, ઈન્ટિગ્રેટેડ જીએસટી અથવા આઈ–જીએસટી તથા યુનિયન ટેરિટરી–જીએસટી અથવા યુટી–જીએસટીને હાથ પર લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર પહેલી જુલાઈથી નવી ટેકસ વ્યવસ્થાને લાગુ કરવા આતુર છે તથા આ ડેડલાઈનને પહોંચી વળવા માટે ઝડપથી ચાવીરૂપ તબકકા પાર કરી રહી છે. ગયા સાહે જીએસટી કાઉન્સિલે સ્ટેટ જીએસટી તથા યુટી–જીએસટી કાયદાને મંજૂર કરી દીધો હતો. જીએસટી દેશમાં એકસાઈઝ ડૂટી, સર્વિસ ટેકસ, કાઉન્ટરવેઈલિંગ ડૂટી જેવા કેન્દ્રિય ટેકસ અને વેલ્યૂએડેડ ટેકસ, એન્ટ્રીટેકસ, પરચેઝ ટેકસ, ઓકટ્રોપ જેવા રાયકક્ષાના ટેકસનું એક જ કર સાથે સ્થાન લેશે તથા દેશભરમાં એક રાષ્ટ્ર્રીય બજારનું નિમાર્ણ કરશે. જીએસટીમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ ચાર સ્તરીય કરમાળખું હશે. જોકે, પીક રેટ ૪૦ ટકા મૂકવામાં આવ્યો છે

print

Comments

comments

VOTING POLL