‘આજે તને મારી નાખવો છે, અમે નિઝામની મોતનો બદલો લેવા આવ્યા છીએ’

January 12, 2018 at 3:25 pm


ભીસ્તીવાડમાં મસ્જીદ સામે રહેતો આબીદ હસેન જુણાચ, તેના માસીના પુત્ર મોહસીન ઉર્ફે અસગર તથા રફીક કાસમ હાલા ત્રણેય યુવાનો બે એકટીવા પર ધર્મેન્દ્ર રોડ પાસે રમેશ બ્રધર્સવાળી શેરીમાં જલારામ નાસ્તાની રેંકડીએ રાતના એકાદ વાગ્યે નાસ્તો કરવા ગયા હતા. ત્યારે સ્કોર્પીયો અને એકટીવામાં હત્યારા ધસી આવ્યા હતા. ‘આજે તને મારી નાખવો છે, અમે નિઝામના મોતનો બદલો લેવા આવ્યા છીએ’ તેમ કહીને આઠેય શખસોએ મારો… મારો…ની બુમાબુમ કરી ઈસ્માઈલ ઈસા દલે રેંકડી પાસેનું લોખંડનું ટેબલ મોહસીનના માથામાં ઝીંકી દેતાં તે પડી ગયો હતો. જયારે ઈસ્માઈલના બન્ને પુત્રો રીયાઝ તથા રીઝવાન અને શાહખ ઉર્ફે રાજાએ મોહસીનના પેટમાં છરીના ત્રણેક ઘા ઝીંકી દીધા હતા. જીવ બચાવા ભાગેલા મોહસીનનો પીછો કરીને આ શખસોએ ધર્મેન્દ્ર રોડ પર કાપડ માર્કેટ સામે તેને પકડી વધુ છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ ખુની દ્રશ્ય નિહાળી ભયભીત બનેલ અને હત્યારાઓની ધમકીથી ડરી ગયેલા આબીદ અને રફીક દુર ઉભા રહ્યા હતા. હત્યારાઓ પાછળ દોડતા તેઓ નજીકની શેરીમાં ચાલ્યા ગયા હતા. જયાંથી ફોન કર્યો પણ મોહસીને કોલ રીસીવ કર્યો ન હતો. બાદમાં સગા સંબંધી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. જો કે, હત્યારાઓ બન્ને વાહનમાં બેસી નાસી છૂટયા હતા.

print

Comments

comments

VOTING POLL