આજે દિલ્હી–હૈદરાબાદ વચ્ચે બળાબળના પારખાં

April 19, 2017 at 7:07 pm


ભારે પડકાર ફેંકતી ડેવિડ વોર્નરના નેતૃત્ત્વ હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ.એચ.)ની ટીમ સામે આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધામાં આજે અહીં રમાનારી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ (ડી.ડી.)ના બેટસમેનોએ વધુ પ્રભાવ પાડવાનો રહે છે.
હૈદરાબાદની ટીમમાં સૌથી વધુ રનકર્તા તરીકે ઓરેન્જ કેપ ધરાવતા ડેવિડ વોર્નર (૨૩૫ રન) અને સૌથી વધુ વિકેટ ઝડપવા માટે પર્પલ કેપ ધરાવતા ભુવનેશ્ર્વર કુમાર (૧૫ વિકેટ) જેવા બે ખેલાડીનો સમાવેશ હોવાથી દિલ્હીની ટીમ માટે આ મેચ મુશ્કેલ બનશે એમ લાગી રહ્યું છે.
બંને ટીમે પોતપોતાની અઘાઉની મેચમાં મિશ્ર ભાગ્ય અનુભવ્યું હતું જેમાં હૈદરાબાદની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને છેલ્લી ઓવરમાં રસાકસીભર્યેા પરાજય આપ્યો હતો તથા દિલ્હીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કે.કે.આર.)ને છેલ્લી ઓવરમાં વિજય મેળવતા અટકાવી શકી ન હતી. હૈદરાબાદની ટીમ પાંચ મેચમાંથી છ પોઈન્ટ સાથે હાલ ત્રીજા સ્થાને છે, યારે દિલ્હી ચાર પોઈન્ટ મેળવી ચોથા ક્રમે છે.

દિલ્હીની ટીમ માટે તેના બેટધરો તરફથી સારો દેખાવ ઘણો જરી રહે છે, કારણ કે દાવની શઆત અને અંતના તબક્કામાં સાં પ્રદર્શન કરવા છતાં, તેઓ મધ્યની ઓવરોમાં સાં રમી શકયા નથી કે જે કારણે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર.સી.બી.) તથા કોલકાતા સામે ટીમનો પરાજય થયો હતો.
દિલ્હી પાસે સંજુ સેમસન, સેમ બિલિંગ્સ, રિષભ પંત, કોરે એન્ડરસન તથા ક્રિસ મોરીસ જેવા કેટલાક સારા બેટસમેન છે અને મુખ્યત્વે પતં સહિત તેઓ સારા ફોર્મમાં હોવા છતાં, સેમસન તથા ઓલ–રાઉન્ડર મોરીસની સમસ્યા સતત સારા દેખાવના અભાવની છે. સેમસન અગાઉની મેચમાં સદી ફટકારી આ વેળાની સ્પર્ધાનો અત્યાર સુધીમાં એકમાત્ર સદીકર્તા બેટસમેન બન્યો છે.

ઉપાલની ધીમી પિચ પર હાલ સાં બોલિંગ ફોર્મ ધરાવતો ભુવનેશ્ર્વર અને અફઘાનિસ્તાનનો નવોદિત ક્રિકેટ સિતારો રશીદ ખાન તેની લેગ–સ્પિન બોલિંગ વડે હરીફ બેટસમેનોમાં મૂંઝવણ ઊભી કરી શકે છે. ઝહીર ખાન, મોરીસ, શાહબાઝ નદીમ અને પેટ કમિન્સ સહિત દિલ્હીની ટીમની બોલિંગથી અત્યાર સુધી ટીમને મહત્ત્વનો ફાળો મળી રહ્યો છે અને તેમાં વધારો કરવા એન્ડરસન તથા અમિત મિશ્રા પણ હાજર હશે. હૈદરાબાદ વતી આશિષ નેહરાની બરિન્દર સરનની બદલીમાં પસંદગી નિિત છે, જેણે મનન વોરાએ ગઈ મેચમાં ફટકાર્યેા હતો.
પીઢ યુવરાજ સિંહ તેની ગઈ મેચની નિષ્ફળતાને સુધારવાનો પ્રયત્ન કરશે અને સીમર ઓલ–રાઉન્ડર તરીકે મોઈસીસ હેન્રીકસની હાજરી તથા બેક–અપ બોલર તરીકે બેન કટિંગ ટીમની તાકાતમાં ઉમેરો કરે છે. મેચની શઆત રાતે ૮ વાગ્યેથી થશે

print

Comments

comments

VOTING POLL