આજે બિહારમાં અમિત શાહ-નીતિશકુમાર વચ્ચે મુલાકાત

July 12, 2018 at 11:11 am


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર વચ્ચે પટણામાં મહત્ત્વપૂર્ણ બેઠક થશે. પટણામાં અમિત શાહે ભાજપની ચૂંટણી તૈયારીઆેને ધાર આપી હતી. સાથોસાથ એનડીએના સાથી પક્ષો વચ્ચે સમન્વયની કોશિશ પણ કરી હતી. આ દૃિષ્ટથી જદયુ સુપ્રીમો અને મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે તેમની મુલાકાત પણ મહત્ત્વની બની ગઈ હતી.
અમિત શાહ સાથે ભાજપના બિહાર પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી પવન શમાર્ અને સી.આર.પાટીલ પણ આવ્યા હતા. તેમના સ્વાગતમાં પટણાની સડક ભાજપના બેનર અને પોસ્ટરથી ભરચક્ક થઈ ગઈ હતી.
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાત્રે તેઆે મુખ્યમંત્રી આવાસ પર નીતિશકુમાર સાથે રાત્રિભોજ કરશે. નીતિશકુમાર સાથે અમિત શાહની આ મુલાકાતમાં એનડીએમાં જદયુની સ્થિતિ અને આગામી ચૂંટણીમાં સીટની ફાળવણી મુદ્દે વિચારણા થશે.

print

Comments

comments

VOTING POLL