આજે મણિપુરમાં ભાજપનો ફ્લોર ટેસ્ટ

March 20, 2017 at 11:29 am


ગોવા, ઉત્તરાખડં અને ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ ભાજપ માટે હવે મણિપુરમાં સરકાર બનાવવાનો પડકાર છે. આજે અહીં બહુમતિ પરિક્ષણ થશે. ભાજપના ધારાસભ્યો બિરેનસિંહને વિશ્ર્વાસમત અપાવવા માટે એકજૂથ થઈ ગયા છે. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલો અનુસાર એક અપક્ષ અને એક તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સાથે ભાજપના ધારાસભ્યોએ ગુરૂવારથી જ એક હોટલમાં ડેરાતંબુ તાણ્યા છે અને અહીં રણનીતિઓ પર અનેક વિચાર–વિમર્શ કરાયા હતાં.
ધારાસભ્યોને હોટલમાં રાખવા પાછળ કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જો તેઓ શહેરમાં રહેશે તો તેમને ભ્રમિત કરવામાં આવી શકે છે. જો કે આ વાત પર ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામએ કહ્યું કે એવું નથી કે કોંગ્રેસ દ્રારા ભ્રમિત કરાવાના ડરથી ધારાસભ્યોને એક જ જગ્યાએ રાખવામાં આવ્યા છે. અમે લોકો અહીં થોડો આરામ કરવા અને પાર્ટીના વરિ નેતાઓ સાથે મુલાકાત કરી રણનીતિઓ બનાવવા માટે રોકાયા છીએ.
રાધેશ્યામે મુખ્યમંત્રી બિરેનસિંહ વિશ્ર્વાસનો મત હાંસલ કરશે તેવી આશા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યો રવિવારે શપથ લેવા માટે ઈમ્ફાલ પહોંચી રહ્યા છે અને ત્યારબાદ તેઓ બહુમતિ પરિક્ષણમાં સામેલ થશે

print

Comments

comments

VOTING POLL