આજે વન-ડે અને ટી-20 માટે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત: કોહલીને મળશે નેતૃત્વ

January 6, 2017 at 12:07 pm


પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ સામે 15મી જાન્યુ.થી રમાનારી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતની ટીમની પસંદગી કરવા આજે અહીં ભૂતપૂર્વ વિકેટકીપર એમ.એસ.કે. પ્રસાદના અધ્યક્ષપદ હેઠળ યોજાનારી રાષ્ટ્રીય સિલેક્ટરોની બેઠકમાં વિરાટ કોહલીને કેપ્ટનપદે નીમવાની કરાતી આશા સાથે ભારતનું મર્યિદિત ઓવરનું ક્રિકેટ નવા યુગમાં પ્રવેશ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીએ મર્યિદિત ઓવરની મેચોની ટીમના સુકાનીપદેથી અચાનક આપેલા રાજીનામા પછી ટેસ્ટ કેપ્ટન કોહલીની તેની બદલીમાં પસંદગી થવાની આશા રખાય છે.
કોહલીને મર્યિદિત ઓવરની મેચો માટેની ટીમના સુકાની તરીકે નીમવામાં સિલેક્ટરોમાં કોઈ શંકા નથી, પણ તેઓના ફાળે યોગ્ય સમતોલપણા સાથે જુદી જુદી બે ટીમની પસંદગી કરવાનું મુશ્કેલ કાર્ય રહે છે અને તાજેતરમાં કેટલાક મુખ્ય ખેલાડીને થયેલી ઈજા તેઓની કામગીરી મુશ્કેલ બનાવશે.
મુંબઈના બે ટોચના ખેલાડી તરીકે રોહિત શમર્િ અને અજિંક્ય રહાણે ઈજાના કારણે બાકાત થઈ ગયા છે જેથી પસંદગીકારો કોઈ નવોદિતની પસંદગી કરી આશ્ર્ચર્યનો જો કોઈ આંચકો આપે તે સિવાય, હાલ પોતાના સારા ફોર્મમાં ન રહેતા શિખર ધવનને તે જો શારીરિકપણે ફિટ હોતા ઓપનિંગ બેટ્સમેન તરીકે કે.એલ. રાહુલની જોડીમાં રમવાનો ફરી મોકો પ્રાપ્ત થશે.
કણર્ટિકનો રાહુલ ન્યૂ ઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ઈજાના કારણે ભાગ લઈ શક્યો ન હતો અને દિલ્હીના ધવનને પણ તે પહેલા કિવી ટીમ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઈજા થઈ હતી.
ચેન્નઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારેલ કરુન નાયરની રહાણેની બદલીમાં પસંદગી થવાની આશા કરાય છે કે જેની બદલીમાં તે ટેસ્ટ ટીમમાં પણ રમ્યો હતો. પણ, મુખ્ય સ્પ્નિર રવિચંદ્રન અશ્ર્વિન માટે સવાલ ઊભો છે જેણે ઈંગ્લેન્ડ સામે ભારતે 0-4થી જીતેલી ટેસ્ટ શ્રેણીમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું તથા પોતાના રાજ્યની તમિળનાડુની ટીમ વતી પણ તે રણજી ટ્રોફીમાં રમ્યો નથી. તેને આરામ આપવા માટે ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં પણ રમાડવામાં આવ્યો ન હતો.
મર્યિદિત ઓવરની મેચોની ટીમના કેપ્ટનપદેથી ધોનીએ સુકાનીપદ છોડી દીધું હોવા છતાં, તેણે નવા કેપ્ટન હેઠળ રમવાની ક્રિકેટ બોર્ડને તૈયારી દેખાડી છે જે વાતને સિલેક્ટરોને જણાવવામાં આવી છે અને તેની પસંદગી નિશ્ર્ચિત જણાય છે. ત્રણ ટી-20 મેચોની શ્રેણી 26મી જાન્યુઆરીથી કાનપુર ખાતેથી શરૂ થશે.

print

Comments

comments

VOTING POLL