આજે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ: બ્લડમૂનનો નઝારો દેખાશે

July 27, 2018 at 10:30 am


આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે રોજ જોવા મળશે. આ દિવસે ચંદ્ર લાલ રંગનો જોવા મળશે. આ ખગોળીય ઘટનાને બ્લડ મૂન કહેવામાં આવે છે. સદીનાં સૌથી મોટાં ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર આશરે 43 મિનિટ સુધી પૃથ્વીની કક્ષામાં સંપૂર્ણ રીતે જોવા મળશે, જોકે તા. 28 જુલાઈના રોજ ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય ત્રણેય એક જ કક્ષામાં જોવા મળશે. તા. 27 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 11.54 વાગ્યે જોવા મળશે, જ્યારે તા. 28 જુલાઈના રોજ 1.52થી 2.43 વાગ્યા સુધી નિહાળી શકાશે. આ વખતે સંપૂર્ણ ચંદ્રગ્રહણ 43 મિનિટનું રહેશે, જે દુનિયાના અનેક દેશમાંથી નિહાળી શકાશે, જ્યારે આંશિક ચંદ્રગ્રહણ એક કલાક સુધી નિહાળી શકાશે. ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરોમાં દેવદર્શન બંધ રહેશે સાથોસાથ આજે દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
તા. 27ના રોજ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે અને તા. 28ના રોજ આંશિક ગ્રહણ જોવા મળશે. આંશિક ગ્રહણ 49 મિનિટનું રહેશે. ખગોળીય ઘટનામાં રસ ધરાવતાં લોકો અને વિજ્ઞાનપ્રેમીઓ માટે આ એક અવસર બની રહેશે, કારણ કે આ વખતે ચંદ્રગ્રહણ મોડી રાત્રે શરૃ થઈને વહેલી સવાર સુધી યથાવત્ રહેશે. તા. 27 જુલાઈના રોજ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવી પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. જે રીતે સૂર્યગ્રહણને જોવા ખાસ ઉપકરણની જરૃર પડે છે તેમ ચંદ્રગ્રહણ નિહાળવા માટે ખાસ કોઈ પ્રકારનાં ઉપકરણની જરૃર પડતી નથી. ટેલિસ્કોપ્ની મદદ વગર પણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. દૂરબીનની મદદથી પણ ગ્રહણ જોઈ શકાશે.
જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે ચંદ્રના કલરમાં ફેરફાર થાય છે. પ્રથમ તબક્કામાં નારંગી રંગ બાદ લાલાશ પકડતો જાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. આ એક દુર્લભ ઘટના છે. ધીમે ધીમે આ રંગ વધુ માત્રામાં જમા થતાં ચંદ્ર લાલ દેખાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. સૌરમંડળમાં 15 વર્ષમાં પહેલી વખત પૃથ્વીથી નજીક આવી રહ્યો છે. ગ્રહણના સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી આશરે 5.76 કરોડ કિ.મી. દૂર હશે. શુક્રવારે મંગળ ગ્રહ પૃથ્વીથી વિપરીત દિશામાં હશે, એટલે કે મંગળ ગ્રહ સૂરજ અને પૃથ્વી એક જ સરખાં અંતર પર હશે. આ દિવસે દુનિયાભરમાં ચંદ્રગ્રહણનો અનોખો નજારો જોવા મળશે. જેમ તે પૃથ્વીના પડછાયામાં આવતો જશે તેમ તેમાં વધુ લાલાશ ચળકશે.
નાસાના જણાવ્યા અનુસાર આગામી 2020માં મંગળ ગ્રહ પૃથ્વીની નજીક આવશે ત્યારે એ બંને વચ્ચે અંતર 6.2 કરોડ કિલોમીટર હશે. પૂર્ણ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના મહાદ્વીપમાં જોવા મળશે. આગાઉ 16 જુલાઈ 2000માં આ પહેલાંની સદીનું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જે ચાર મિનિટ સુધી જોવા મળ્યું હતું, આ વખતનું ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા અને એન્ટાર્કટિકામાં દેખાશે નહીં. ચંદ્ર પૃથ્વીથી ખૂબ નજીકની કક્ષાથી પસાર થતો હોવાથી આ વખતે ચંદ્રગ્રહણ લાંબા સમય સુધી નિહાળી શકાશે. પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતાં ચંદ્રગ્રહણ થાય છે.

print

Comments

comments

VOTING POLL