આજે હરમનપ્રીતની ટીમ અને વિરાટસેનાને વારાફરતી એક જ મેદાન પર સતત બીજી શ્રેણી જીતવાની સુવર્ણ તક સેન્ચુરિયન

February 21, 2018 at 4:32 pm


ભારતની મહિલા qક્રકેટરો સાઉથ આqફ્રકામાં યજમાન મહિલા ટીમ સામે રમવા આવી છે અને એ જ રીતે ભારતના પુરુષ પ્લેયરો પણ રમવા આવ્યા છે. મિતાલી રાજના સુકાનમાં ભારતની વિમેન્સ ટીમે સાઉથ આqફ્રકા સામેની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટી-ટંેન્ટી શ્રેણીમાં 2-1થી આગળ રહ્યા બાદ હવે આપણી ટીમ આજે ચોથી મેચ જીતી લેશે તો 3-1ના માર્જિન સાથે ટ્રાેફી પર કબજો કરી લીધો કહેવાશે. બીજી તરફ, વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટેસ્ટ-શ્રેણીમાં 1-2થી હારી ગયા બાદ વન-ડે સિરીઝ 5-1ના જબરદસ્ત માર્જિનથી જીતી ગઈ હતી. સાઉથ આqફ્રકાની ધરતી પર ભારતની એ પહેલી જ દ્વિપક્ષી શ્રેણી-જીત હતી. હવે કુલ ત્રણ મુકાબલાવાળી ટી-૨૦ શ્રેણીનો આજે બીજો મુકાબલો પણ ભારત જીતી લેશે તો આ સિરીઝની ટ્રાેફી પર 2-0થી કબજો કરી લીધો કહેવાશે.

સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કના મેદાન પર પહેલાં તો ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યાથી ભારતની મહિલા ટીમની મેચ રમાશે અને એ પૂરી થયા બાદ રાત્રે 9.30 વાગ્યે વિરાટસેના અને ડુમિનીની ટીમ વચ્ચે જંગ શરુ થશે.જો આજે ભારતની મહિલાઆે જીતી જશે અને પછી પુરુષો પણ જીતવામાં સફળ થશે તો ભારતે બે કેટેગરીમાં એક જ દિવસે એક જ સ્થળે સતત બીજી શ્રેણી જીતવાની વિરલ સિિÙ હાંસલ કરી કહેવાશે. એ જ પ્રમાણે, જો આવું થશે તો સાઉથ આqફ્રકન qક્રકેટની તરફેણ કરનારાઆે કાળો બુધવાર ઘણા વર્ષો સુધી નહી ભૂલે.

ભારતીય પુરુષો શ્રેણી જો 3-0થી જીતી લેતા ભારત આઈ. સી. સી.ના ટી-20 રેિન્કંગમાં બઢતી મેળવી પાકિસ્તાન બાદ બીજું સ્થાન મેળવી શકશે. પણ, બુધવારે રમાનાર ટી-20 ત્રિકોણી શ્રેણીની ફાઈનલ મેચમાં આૅસ્ટ્રેલિયાની ટીમ જો ન્યૂ ઝીલેન્ડને પરાજિત કરતા ભારત હાલના તેના ત્રીજા ક્રમે જ રહેશે.

ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે વિરાટ કોહલી મેચમાં રમવા માટે ફિટ બની રહેશે. ભારતીય કેપ્ટન ગયા રવિવારે છેલ્લી મેચના અંતિમ તબક્કામાં કમરની પીડામાં લંગડાતો જોવા મળ્યો હતો, પણ ટીમના સત્તાવાળાઆેએ આ વાતને ગંભીર ન લેખાવી હતી, જેથી બુધવારની મેચમાં તે ટોસ ઉછાળતો જોવા મળશે.

કોહલીને ડર્બનમાં પહેલી વન-ડે મેચ દરમિયાન પણ ફિિલ્ડંગ કરતી વેળા ઘૂંટણમાં પીડા ઊભી થઈ હતી, પણ પાછળથી તેણે ભવ્ય સદી ફટકારી હતી. હવે બીજી ઈજાની ચિંતા તેના શ્રમનો બોજ દશાર્વે છે.

અહી સુપરસ્પોર્ટ પાર્કની પિચ સમગ્ર પ્રવાસ દરમિયાન ધીમી રમી છે અને બુધવારની મેચમાં પણ તેના આવા જ સ્વભાવ માટે આશા કરાય છે. આવા સંજોગમાં ભારત ફરી બે સ્પિનર સાથે રમવા ઊતરી શકે છે અને ચાઈનામેન બોલિંગ કરતા કુલદીપ યાદવની પસંદગી યોગ્ય ગણાશે.

આ પ્રવાસમાં હજી સુધી એકેય મેચમાં રમવાનો મોકો ન પ્રાપ્ત કરેલ અક્ષર પટેલની તેની ચોકસાઈભરી બોલિંગના કારણે પસંદગી માટે પણ વિચારણા થઈ શકે છે. ભારત માટે એક આòર્યજનક ઘટનામાં રાષ્ટ્રની ટીમમાં પુનઃપ્રવેશ કરેલ ડાબોડી ફટકાબાજ બેટધર સુરેશ રૈનાની ત્રીજા ક્રમે બઢતી અને કોહલીના ચોથા ક્રમે બેટિંગ હતી અને પ્રવાસી સુકાની જો આ મેચમાં રમતા શું ભારતીય ટીમ આ ચાલ ફરી ચાલશેં

એ. બી. ડી વિલિયર્સ તેના ડાબા ઘૂંટણની પીડાના કારણે વર્તમાન શ્રેણીમાંથી બાકાત થઈ ગયો છે, પણ qક્રકેટ સાઉથ આqફ્રકા (સી. એસ. એ.) દ્વારા તેની બદલીના ખેલાડીનું નામ જાહેર કરાયું નથી, જેથી કામચલાઉ કેપ્ટન જે. પી. ડુમિનીએ પોતાની ટીમમાંથી જ વિજયની કોઈ ફોમ્ર્યુલા શોધી કાઢવાની રહે છે. ભારતની મહિલા ટીમે આૅસ્ટ્રેલિયામાં પણ ટી-20 શ્રેણી જીતી હતી. પણ, પહેલી બે મેચમાં પ્રશંસનીય દેખાવ પછી ભારતીય મહિલાઆે ત્રીજી ટી-20 મેચમાં નિષ્ફળતાના માર્ગે સરકી પડી હતી, જેમાં દક્ષિણ આqફ્રકાએ વિજયી બની શ્રેણીને જીવંત રાખી હતી.

છેલ્લી મેચમાં 12મી આેવરમાં બે વિકેટે 93 રનનો સ્કોર નાેંધાવ્યા પછી ભારતની મધ્યમ ક્રમની બેટિંગનો ધબડકો થયો હતો અને 17.5 આેવરમાં ફક્ત 133 રનમાં દાવ સમાપ્ત થઈ ગયો હતો. સુકાની હરમાનપ્રીતે 30 બોલમાં 48 રન ફટકાર્યા હતા અને સ્મૃતિ મંધાના (37) જોડે બીજી વિકેટે 55 રનની ઝડપી ભાગીદારી નાેંધાવી હતી. પણ, આ જોડીની વિદાય પછી ભારતની મધ્યમ ક્રમની બેટિંગ પડી ભાંગી હતી, જેમાં પીઢ ખેલાડી મિતાલી રાજ પણ શૂન્યમાં આઉટ થઈ ગઈ હતી.

ભારતનું બોલિંગ આક્રમણ પણ છેલ્લી મેચમાં સાધારણ લાગ્યું હતું. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ આત્મવિશ્વાસ સાથે રમશે કે જેની સીમ બોલર શબનિમ ઈસ્માઈલે ટી-૨૦ ક્રિકેટમાં તેની કારકિદ}માં પહેલી વાર પાંચ વિકેટ (5/30) છેલ્લી મેચમાં ઝડપી હતી.

print

Comments

comments

VOTING POLL