આઝાદી બાદ ચાચા નહેરૂની હત્પંડી રાજસ્થાનમાં ચાલતી

November 13, 2017 at 1:42 pm


જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ તા. ૧૪ નવેમ્બરના આવી રહ્યો છે ત્યારે પોરબંદરના એક વેપારીએ આઝાદી બાદ રાજસ્થાનમાં નહેરૂ ચાચાની હત્પંડી ચાલતી હતી તે હજુ પણ સંગ્રહીને સાચવી છે.
૧૯૪૭માં ભારત આઝાદ થયું એ પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બનેલ એ અત્યારની પેઢીને ખબર હશે પણ ૧૯પરમાં નહેરૂ હત્પંડી ચાલતી એ કોઇને પણ ખબર નહીં હોય. રાજસ્થાનના કોટામાં એ સમયે નહેરૂ હત્પ૦ડી ચાલતી પાંચ રૂપિયા, પચીસ રૂપીયા અને સો રૂપિયાની હત્પંડીએ જમાનામાં બહાર પાડવામાં આવેલ જવાહરલાલ નહેરૂ સ્મારક કોષ ક્ષેત્રીય ઉપસમિતિ જયપુર રાજસ્થાન દદ્રારા બહાર પાડવામાં આવેલ. પાંચ રૂપિયાની હત્પંડી ૬ ઈંચ લાંબી અને ૪ ઈંચ પહોળી, પચીસ રૂપિયાની હત્પંડી સાત ઈંચ લાંબી અને સાડા ચાર ઈંચ પહોળી, સો રૂપિયાની હત્પંડી પણ એટલી જ લંબાઇની હતી જેને લાલ–લીલા અને બ્લુ કલરમાં બનાવવામાં આવેલ હત્પંડીમાં વોટરમાર્કમાં એકબાજુ જવાહરલાલ નહેરૂ અને તેમનું પ્રિય ગુલાબનુ ફત્પલ અને બીજી બાજુ જવાહરલાલ નહેરૂનો ફોટો મુકવામાં આવેલ. આ હત્પંડીની બનાવટ પણ અદભૂત છે. ૧૪ નવેમ્બરનો દિવસ આપણે બધા બાળ દિવસ તરીકે નહેરૂજીની યાદમાં ઉજવીએ છીએ ત્યારે બાળકોને ચાચા નહેરૂ વિશે થોડું વધુ જાણવા મળે એ માટે વેપારી આગેવાન શૈલેષભાઇ ઠાકર દ્રારા અત્યારની પેઢીને ૧૯પરની નહેરૂ હત્પંડી વિશે જાણકારી આપવામાં આવેલ હોય બાળ દિવસની ઉજવણીમાં અત્યારની પેઢીને માહિતગાર કરવામાં આવેલ. ૧૦૦ રૂા.ની નહેરૂ હત્પંડી દુર્લભ નજરાણું છે. આ હત્પંડી વિશે કોઇએ કદી સાંભળેલુ પણ નહીં હોય. દાદા દ્રારા વારસામાં મળેલ નહેરૂ હત્પંડી સૌ પ્રથમવાર બધાને જોવા મળે, જાણવા મળે તે માટે જુનુ બધુ યાદ કરી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની હત્પંડી અત્યારના બાળકોને બતાવી જુના જમાનાની યાદ તાજી કરેલ.

print

Comments

comments

VOTING POLL