આટકોટઃ શ્રાવણ માસના ત્રીજો સોમવારે નમદેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જામી

August 28, 2018 at 12:02 pm


આટકોટ માં ભાદર નદીના કાંઠે બીરાજમાન નમદેશ્રર મહાદેવ નું મંદિર આવેલ છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન ગામના ભક્તો દર્શન કરવા ઊમટી પડે છે અને પુજા અર્ચના કરવામાં આવે છે દરેક ભક્તો ને દાદા ની પુજા કરવામાં નો લાભ પણ મળે છે તેમજ ભોળાનાથ ને દુધ પાણી નો અભીષેક કરવામાં આવે છે તેમજ મંદીર માં ભક્તો નેજળ ની વ્યવસ્થા પણ બાપુ દ્વારા કરવામાં આવે છે પુજારી વિજનાથ બાપુ. નાં જણાવ્યું હતું કે આ મંદિર ધણાં વર્ષ થી છે અને આ મંદિર માં હરીહરાનદજી બાપુ પુજા કરી છે અને અહી મંદીર ફરતાં વૃક્ષો અને પક્ષીઆે નો કલબલાટ થી ભગવાન શિવ નાં મંદિરમાં મનને શાંતિ મળે છે તેમજ અહી. ભજન ભજન કીર્તન પણ કરવામાં આવે છે તેમજ ભાદરવી અમાસ માં અહી મેળો ભરાય છે અને ગામના લોકો પિતૂ આે ને પાણી રેડીને પુÎય કમાય છે અને મહાદેવ નાં દર્શન કરી ધન્યતા અનુભવે છે ગામના ભક્તો આખો શ્રાવણ માસ સવાર બપોર સાંજ ની આરતી નો લાભ લેવા આવે છે એકસો આઠ દિપમાળા ની આરતી કરવામાં આવે છે તેમજ મહાદેવ નો સણગાર કરવામાં આવે છે. તેમજ અહી સાત ડાળી વાળું પીપળાનું વૃક્ષ છે જે તમને ભાગ્યે જોવા મળે છે દાદા નો અનોખો સણગાર કરવામાં આવે છે ભક્તો દ્વારા સૌમવારે થાળ ધરવામાં આવે છે. તસ્વીરમાં સોમવારે એક્સો ને આઢ દીવડા પ્રગટાવી ને આરતી તેમજ સણગાર નજરે પડે છે.

print

Comments

comments

VOTING POLL